________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૪૦
સમાધી ભાવમાં સ્થિર બની ગયા, અને શુભ ધ્યાનમાં મગ્ન બની જાય છે. શરીર તેમનું લેહીથી ખરડાએલું હોવાથી તેની ગંધથી કીડીઓ ત્યાં આવી પહોંચી અને ચટકા એવા મારવા લાગી કે, તેમના શરીરને ચાલશુનાં જેવું છિદ્રવાળું કરી નાંખ્યું ! જંગલની પીપિલીકાએ તે મહર્ષિનાં શરીરને કેરીને આરપાર નિકળી જાય છે. છતાં તે લેશ પણ ધ્યાનથી ડગ્યા નહી, અને એક સ્થંભની જેમ નિશ્ચળ રહ્યાં છે અથવા મેરૂની જેમ અડગ રહ્યાં છે. અઢી દિવસ પર્યત આવા ઘેર ઉપસર્ગને સમભાવે સહીને ચિલાતીપુત્ર મૃત્યુને પામીને દેવલેકમાં જાય છે. મોક્ષગામી જીવ હોવાથી આગળ ઉપર મોક્ષે જશે. અસાધ્ય, દુ:સાધ્ય અને સુસાધ્ય દદીંની જેમ
જીવના પણ ત્રણ પ્રકાર. ચિલાતી પુત્રે તત્કાળમાં કેવું ઘેર દુષ્કર્મ કર્યું હતું? એક ડીવાર પહેલાં સ્ત્રી હત્યા જેવું ઘેર દુષ્કર્મ જેણે આચર્યું હતું એ દુષ્કર્મ એવું હતું કે, તેને નરકગતિનાં મહેમાન બનવું પડત. છતાં સદ્દગુરૂને વેગ થતાં એ જીવ તરી ગયા છે. જે મુનિને તેને ભર અટવીમાં વેગ થયે હત, તે મુનિએ ફક્ત ચિલાતીને ધર્મના સારરૂપે ત્રણ વચને જ સંભળાવ્યાં હતાં. જે ઉપર આપણે વિસ્તારથી વિવેચન કરી ગયા છીએ. કંઈ કલાકે ને કલાકો સુધી ચિલાતીને તે મહર્ષિના સમાગમને લાભ મ ન્હોતે. તે મહર્ષિ ચારણ શ્રમણ મુનિ હોવાથી સંક્ષેપમાં તેને ધર્મને સાર કહીને તરત આકાશને માગે વિચરી ગયા હતા. છતાં