________________
ભૂલો પડેલો...યાત્રી
આજે રવિવારના અંગે “ભૂલો પડેલો યાત્રી? એ વિષય પર જાહેર પ્રવચન રાખવામાં આવ્યું છે. સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરતે હોવાથી આપણે આત્મા જ ભલે પડેલે યાત્રી છે. જે રસ્તે જીવ ચાલી રહ્યો છે તે રસ્તે ચાલતાં ચાલતાં યુગના યુગ વીતી ગયા છતાં હજી પંથડાને અંત આવ્યું નથી. જ્યાં જીવનમાં એકલા અંધકારના ઓળા ઉતરેલા છે ત્યાં જીવને સાચો રસ્તો જડે કયાંથી ? અને સાચે રસ્તે ચડયા વિના પરિભ્રમણને અંત આવે કયાંથી ? જીવ જન્મ-મરણના ચક્રાવે ચડેલે છે, અથવા અનાદિથી રાશીના ફેરા ફરી રહ્યો છે. અત્યાર સુધીમાં જવ અનંતીવાર જન્મી ચૂક્યા છે અને અનંતીવાર મૃત્યુને પામી ચૂકી છે. એક એક છવાયોનિમાં જીવ અનતી-અનંતીવાર ભમી આવ્યું છે. ત્યાં અનંતાનંત દુઃખ જીવે અનુભવેલાં છે, છતાં જીવને હજી કઈ એ પુરુષાર્થ નથી કે, આ ચકાવામાંથી જીવને છુટકારો થઈ જાય. પૂ. આનંદઘનજી મહારાજ ફરમાવે છે કે,