________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૬૪
સંસારમાં ભમવું પડે છે. ઘણાં લાંબા કાળ સુધી તેવા મનુષ્યે ફરી પાછાં મનુષ્યભવને પામતા નથી.
મનુષ્યભવના વાસ્તવિક ફળને સૌ પામે એજ અંતિમ મનાકામના.
સૂત્રકાર ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવે છે કે, माणुसत्तं भवे मूलं लाभो देव गई भवे । मूलच्छेएण जीवाणं णरंग तिरिक्खत्तणं धुवं ॥ મનુષ્યભવ એ મૂળ મૂડી છે. દેવગતિ એ મૂળ મૂડીમાં લાભસમાન છે. નરક અને તિર્યંચગતિની પ્રાપ્તિ એ મૂળ મૂડીને નાશ છે. “ક્ષણ લાખેણી જાય” એ વિષય પર ખૂબ લંબાણુથી સમજાવવામાં આવ્યુ છે. સંસાર પર ઉત્કટ વૈરાગ્ય આવ્યા પછી જીવ એક ક્ષણ પણ સંસારમાં રહેવાને ઈચ્છતા નથી. તેનાં માત-પિતા તેને દિક્ષામાં આનાકાની કર્યાં કરતા હોય તેા એ તેને તે એમજ લાગે કે, મારી એક એક ક્ષણ હવે લાખેણી જાય છે. તેની દ્રષ્ટિમાં લાખલાખ સેાનામહેાર કરતાં એક ક્ષણની કિમત અધિક હોય છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં મૃગાપુત્રના અધિકાર આવે છે. મૃગાપુત્રના વૈરાગ્ય ખૂબ ઉત્કૃષ્ટ હતા, એક મુનિના દન થતાં જાતિસ્મરણનાં જ્ઞાનથી તેવા વૈરાગ્ય તેનામાં પ્રગટયા હતા. માત-પિતા પાસે દિક્ષાની અનુમતિ માંગતા આ શબ્દો મૃગાપુત્રે માતા-પિતાને કહ્યાં છે કે, માતાજી! મને પ્રત્રજ્યાની અનુજ્ઞા આપે. મારી ક્ષણે ક્ષણુ લાખેણી જાય