________________
૧૬૩ ]
રસાધિરાજ તે ગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ કે, જેથી મૂળ મૂડી હાથમાં રહી જાય. એક વિધવા બાઈ પણ પિતાની મૂળ મૂડી ટકાવી રાખે છે. પિતાની પાસે સોનું હોય કે ચાંદી હોય, તેને પિતાની મરણ મૂડી લેખીને કઈ પણ ભેગે સાચવી રાખે છે. તમે મૂડીમાં વધારો કરે તે ઘણાં મેટાં આનંદની વાત થશે. છેવટે મનુષ્યભવ રૂપી મૂળ મૂડી તે ટકાવી રાખજે નહીં તે મારે કહેવું પડશે કે એક વિધવા બાઈ આગળ પણ તમે ટકી નહી શકે. એક વિધવા બાઈમાં પણ બુદ્ધિ હોય તેટલીએ બુદ્ધિ વ્યાપારમાં હજારોની હારજીત કરનારા એવા તમારામાં નથી એમ મારે કહેવું પડશે. આ દ્રષ્ટાંતની રીતે વાત છે, અહિં મૂળ મૂડી એટલે એનું કે ચાંદી નહીં પણ મનુષ્યભવ રૂપી મૂડી સમજવાની છે. મનુષ્યભવને પામીને તમે મેક્ષે પહો કે દેવકને પામે તે કંઈ કહેવાપણું નથી. પણ મનુષ્યભવ રૂપી મૂળ મૂડીને જ હારી જાઓ તે તે પછી તેના જેવી બીજી કઈ દુઃખની વાત નથી ?
શેઠના ત્રીજા નંબરના છેકરાની જેમ કેટલાક મનુષ્ય, મનુષ્યભવમાં દુષ્કર્મ આચરીને ભવાંતરમાં દુર્ગતિના અધિકારી * બને છે. તેવા મનુષ્યએ મૂળ મૂડી પણ હાથમાંથી ગુમાવી દિધી કહેવાય. 'ફૂડ-કપટ અથવા મહારંભને મહા પરિગ્રહનાં પાપ સેવીને તેવા મનુષ્ય ભવાંતરમાં તિર્યંચ અથવા નરકગતિના અધિકારી બને છે. બેલે હવે મૂળ મૂડીએ જ્યાં હાથમાં રહી કહેવાય ? તેવા જીને અનંતકાળ