________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૩૮
સદ્દગતિના દ્વારને દુર્ગતિનું દ્વાર બનાવનારા.
સંત તુલસીદાસજીએ પણ લખ્યું છે કે,
बडे भाग मानुष तनु पावा, सुर दुर्लभ सबग्रंथ ही गावा । बडे भाग पाहिब सत्संगा. बिन ही प्रयास होइ भव भंगा ॥
મહાન પુન્યનાં ઉદયે મનુષ્યભવ મળે છે, જે નરજન્મ દેને પણ દુર્લભ છે, કારણ કે દેવ ભવમાં ભેગ સાધી શકાય છે, જ્યારે મનુષ્યભવમાં ભેગનું ત્યાગ કરવા પૂર્વક ગ. પણ સાધી શકાય છે. જ્યારે દેવે ત્યાગ કરી શકતા નથી. દેવભવ પુન્ય ભેગવવાનું સ્થાન છે. જ્યારે મનુષ્યભવ કર્મ ખપાવવાનું સ્થાન છે, મનુષ્યભવમાં આવેલો આત્મા જ કર્મોની જડ ઉખેડી શકે છે. જે મનુષ્ય સંવરને ને નિર્જરાના માગે ચડી જાય તો તેનામાં કર્મોના ભુક્કા બોલાવવાની. તાકાત રહેલી છે. જ્યારે કર્મોની જડને દેવ, તિર્યંચ કે નારકે કેઈમાં ઉખેડવાની તાકાત નથી, તે તાકાત ફક્ત મનુષ્યમાં જ છે, માટે મનુષ્યભવ મોક્ષને દરવાજ છે, મનુષ્યભવ જેવા મનુષ્યભવને પામીને પણ ઘેર કુકર્મને આચરનારા મનુષ્ય કેટલીકવાર મુક્તિના દ્વાર સમા મનુષ્ય ભવને પણ દુર્ગતિના દ્વારમાં પવટાવી નાંખે છે. તેવા મનુષ્યને જ્ઞાનીએ મતિમંદ અને ભાગ્યહીન કહ્યાં છે.