________________
૧૫ ]
સાધિરાજ
घेर अनादि पण उपरथी, देखत लगत बगासा ! चिदानंद वोही जन उत्तम, कापत यांका पासा ।
સંતો અરિ પ તમારા I આશા, તૃષ્ણ, માયા, મમતા એ જીવનાં. અનાદિના વૈરી છે. છતાં ધનની આશા અને તૃષ્ણામાં જીવને મોઢામાં પાણી આવી જાય છે. પૂ. ચિદાનંદજી ફરમાવે છે કે, આ જગતમાં ઉત્તમ તેજ છે કે, જે આશા અને તૃષ્ણાના બંધનને તોડી નાખે છે. અંદરના દોષે એજ જીવનાં દુશ્મન હોવા છતાં જીવ તેને ઓળખી શકતું નથી, અને તેની સાથે મિત્રની જે વર્તાવ રાખે છે. અંદરના અત્યંતર શત્રુઓને ઓળખીને જીવ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રવર્તે તે બંધન આજ ક્ષણે તૂટી જાય. આનંદઘનજીની જેમ ચિદાનંદજીએ રચેલાં પદોમાં પણ કેટલી અદ્ભુતતા છે! અભુતતાની સાથે તેમાં ભાવવાહિતા કેટલી છે? અને તેમાં પાછી પ્રશાંતવાહિતા રેલાએલી છે. નિર્જન જંગલનાં પ્રદેશમાં બેસીને આવા પદો લલકારવામાં આવે તે એક વાર સૂતેલે આત્મા અંદરથી જગ્યા વિના ન રહે! એક પણ ક્ષણ ધર્મ વિનાની ન જાય ત્યારે
સમજવું કે જીવન હવે ધન્ય બન્યું
મનુષ્યભવની જે ક્ષણો જાય છે. તે મહા કિંમતી છે. એક પણ ક્ષણ જ્યારે ધર્મ વિનાની ન જાય અને ધર્મ જીવનમાં તાણને–વાણાની જેમ વણાઈ જાય, ત્યારે આ મનુષ્ય જીવનની સાચી સફળતા છે. દેવભવના પલ્યોપમને