________________
૧૫૭ ]
રસાધિરાજ
પુરેપુરી જાગૃતિ આવી જાય ત્યારે મનુષ્ય નારાયણને પામે છે. ગમે તેવું શરીર સશક્ત હોય તેઓ કાળને ભરેસે કરવા જેવું નથી ! વાકાયવાળા મનુષ્યને પણ કાળે સંહરી લીધા છે અને કાળને રાત અને દિવસને એજ ઘધે છે. પ્રતિસમયે અનંતાનંત પ્રાણીઓને કાળ સંહરી રહ્યો છે. ફક્ત મેક્ષે ગયેલા આત્માઓ કાળના ઝપાટોથી. બચી ગયેલા છે. બાકી તે– "
स्वप्नको राज साच करी मानत, राचत अया ज्यु गगन बदरीरी - आइ अचानक काल तोपची ग्रहगो ज्यु नाहर बकरीरी ।
जीय जाणे मेरी सफल घडीरी ॥ કાળના ઝપાટામાં ભલભલાં આવી જાય છે. જંગલમાં બકરી. નિરાંતે ચરતી હોય ત્યાં પાછળથી નાહરસિંહ આવીને તેને પકડી લે છે, તેમ માનવી સંસારનાં શાતાના સુખની લહેરમાં જ્યાં રાચતે હોય ત્યાં કાળરૂપી શિકારી અચાનક આવીને તેને ઝડપી જાય છે. માટે ધર્મ આચર હેય તેણે કાળનાં ભરોસે રહેવા જેવું નથી. જે કાલે કરવું હોય તે આજે કરવું અને આજે બપોરે કરવું હોય તે આજ ક્ષણે કરી લેવું.. જંદગીને ભરોસો નથી અને જે ક્ષણ જાય છે તે લાખેણી
જાય છે.
ઘર્મ સદા–સર્વદા આચરવા યોગ્ય આ તે માનવી ભ્રમણામાં પડી ગયેલે છે અને