________________
૧૪૭ ]
રસાધિરાજ
ચા કે બીડીના વ્યસનને છેડી શકતું નથી તેનું મૂળ કારણ એજ છે કે, તેને પોતાના સ્વરૂપનું જ ભાન થયું નથી. કર્મપ્રકૃતિઓને ખપાવવાની પણ પ્રચંડ તાકાત આત્મામાં રહેલી છે પણ તે આત્મા પોતાની તાકાત ફેરવતે નથી,
એટલે કર્મને વશ બનીને તે સંસારમાં અનાદિ કાળથી ભમી રહ્યો છે. ગમે તેટલાં કર્મ બળવાન હોય પણ તે જડ છે અને આત્મા ચેતન છે. જડ કર્મોની તાકાત ગમે તેટલી હોય પણ ચેતન જે નિજ ભાનમાં હોય તે જડની તાકાત શું કામ આવે? પણ પૂ. વીરવિજયજીએ ફરમાવ્યું છે, તેમ–
चेतन चतुर थइ चूक्यो । निज गुण मोहवसे मूक्यो । ચેતન પોતે ચતુર હોવા છતાં ચૂક્યો છે અને મેહ વશ થઈને પિતાના અનંત ગુણ સમુદાયના ભંડારને જાણે કમ રાજાને ત્યાં ગીરવે મૂકી દીધો છે. ચેતન જે ચેતન કર્મ પ્રકૃતિનાં બંધનમાં જકડાઈ ગયા છે. પોતે પિતામાં સાવધાન બને તે ક્ષણમાં બંધનથી છુટી જાય. આચારાંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે,
. अरई आउट्ट से मेहावी खणंसि मुक्के સંયમના માર્ગમાં માનસિક ઉદ્વેગને ત્યાગ કરી દેનાર અને મનની પ્રસન્નતાપૂર્વક આગળ ધપનાર બુદ્ધિશાળી પુરૂષ ક્ષણમાત્રમાં સ્વલ્પ કાળમાં બંધનથી મુક્ત થઈ જાય છે. સૂત્રકારના આ ટંકશાળી વચન પરથી સમજી લે કે એક ક્ષણ પણ કેટલી મહા કિમતી છે.