________________
૧૩૩ ]
રસાધિરાજ
હાય તા હંસ પેાતાની ચાંચ વડે દૂધ અને પાણી બન્નેને અલગ કરી નાખે છે. છે. હુંસની ચાંચમાં ખટાશનું તત્વ હાય છે. દૂધમાં જેવી ચાંચ ભેળે કે ફદફદા થઈ ને દૂધ પાણીથી નિરાળું થઇ જાય, એટલે કે, દૂધ અને પાણી અને જુદાં પડી જાય છે. ત્યારબાદ ખરેખર જે રાજહંસ હાય તે સારભૂતનું સેવન કરે છે અને નિઃસાર એવા પાણીના ભાગને ત્યાગ કરી દે છે.
તેવી રીતે જીવ અને પુદ્ગલ અન્ને ખીર અને નીરની જેમ જાણે એકમેક જેવાં થઇ ગયાં છે, છતાં મુનિરૂપી રાજહુસ અથવા સમ્યકદ્રષ્ટિ આત્મા પેાતાની વિવેકશક્તિ વડે તે જીવ અને પુદ્દગલ બન્નેને ભિન્ન કરે છે. જીવ અને પુદ્ગલ અનેનાં લક્ષણ જુદાં હેાવાથી બન્નેને અલગ કરી શકાય છે. જીવનું લક્ષણ, જ્ઞાન-દર્શન છે, જ્યારે પુદ્ગલનુ લક્ષણ સ્પ–રૂપ રસને ગધ છે. આ રીતે બન્નેનું ભેદુ-વિજ્ઞાન કરી શકાય છે. શરીરદિ પુદ્ગલા અને આત્મા જાણે એક જ છે એવા અવિવેક જીવને અનાદ્વિથી સુલભ છે. પણ તે અન્ને વચ્ચેને ભેદ જ્ઞાનરૂપી વિવેક જીવને અતિ દુર્લભ છે. ભેદ વિજ્ઞાન થયા પછીજ જીવ પેાતાનાં વિકાસનાં માગે ઝડપથી માગળ વધી શકે છે, અને પરપરાએ જીવ કેવલજ્ઞાનની ઉચ્ચ ભૂમિકાએ પહેચી શકે છે. ભેદજ્ઞાન વગરના જીવ ચેતન હોવા છતાં જ્ઞાનીએ તેને જડ જેવા કહ્યો છે. દેહાદ્ધિથી ભિન્ન જેણે આત્માને જાણ્યા તે અલ્પજ્ઞ હેાવા છતાં જ્ઞાનીએ તેને મહાજ્ઞાની કહ્યો છે. વિવેક-એ બીજા પ્રકાર પર વિચાર કરતાં ચિલાતીમાં