________________
સાધિરાજ
[ ૯૦
હતી. એટલામાં તે એ નીચે રાજાની અગાસી ઉપર પડે પુરંદરયશાની સમીપમાં જ તે એ પડવાથી રાણી ઘાનાં અમુક ચિન્હ પરથી ઓળખી ગઈ કે, આ એશે તે દિક્ષીત. બનેલાં મારા ભાઈને જ છે. પછી તે તપાસ કરતાં પિતાના મહષિ ભાઈનું યંત્રમાં પીલાવાથી મૃત્યુ થએલું રાણીનાં જાણવામાં આવ્યું. પાલકનાં આખાએ કારસ્તાનની ખબર મહારાણીને પડી ગઈ. અને મહારાણીનાં મુખમાંથી શબ્દ એવા નીકળી પડ્યાં કે, અરર ! આ પાપી પાલકે આવું અઘેર કૃત્ય કર્યું અને રાજાએ પૂર્વાપર વિચાર કર્યા વિના તેને આવું કૃત્ય કરવાની સંમતિ આપી ! પિતાના પતિ દંડકરાજા ઉપરે રાણીએ ખૂબ આક્રોશ કર્યો અને કહ્યું, રાજન ! મારા ભાઈને ક્યાં રાજ્યને મેહ હતું ? તેના પિતાના પિતા પાસે વિશાળ સામ્રાજ્ય હતું છતાં તેણે ત્યાગ કરીને દીક્ષા અંગિકાર કરી હતી. તમે કાચા કાનના થઈ આટલા બધાં મુનિઓને વધ કરાવી આખા દેશ પર ઘોર આફત ઉતારી છે. કેઈ પણ જીવની હિંસા એ પાપ છે.. જ્યારે પંચ મહાવ્રતધારી સાધુની હિંસા એ તે મહા પાપ છે. જે દેશમાં પાંચ-પાંચસો મુનિઓને સમુદાયિક સંહાર થાય તે દેશમાં સુખ-સમૃદ્ધિનાં દર્શન પણ દુર્લભ થઈ જાય. છે માટે તમને આ મહાભયંકર પ્રચંડ પાપ આચરવાનું સૂજ્ય કક્યાંથી ? પાલક પુહિતનાં ભરમાવવાથી તમે તમારા આત્માને પાપ કર્મરૂપી પાતાળમાં ધકેલી દીધું છે. આ પ્રમાણે વાત કરતી અને શેક મગ્ન બનેલી પુરંદરયાને શાસનદેવીએ જ્યાં ભગવાન મુનિસુવ્રત સ્વામી બિરાજમાન હતા ત્યાં મૂકી દીધી અને ભગવાનનાં વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી તેણે પિતાને આત્માનું કલ્યાણ કર્યું.