________________
૧૧૩ ]
- સાધિરાજ, કઈ ભવે સાંપડવાની નથી. શરીર ધન-વૈભવાદિ કઈ પરપદાર્થો જીવનાં પિતાના નથી, છતાં જીવને તે તે પદાર્થોમાં પિતાપણાની બુદ્ધિ થાય એ પણ દ્રષ્ટિની વિપરીતતા છે. તેને બહિરાભદશા પણ કહેવામાં આવે છે. ધન-વૈભવાદિ પરપદાર્થો કે કુટુંબીજને કઈ પિતાના નહીં હોવા છતાં અને પરિવાર એ એક પ્રકારને પંખીને મેળે હોવા છતાં દ્રષ્ટિની વિપરીતતાને લીધે ધન-વૈભવાદિને પિતાના માનીને તેના નિમિત્તે જીવ કેટલીકવાર તીવ્ર પાપ આચરતે હેય છે. અને જીવ તેની પાછળ મહારભાદિના પાપ આચરતે હોય છે. એટલે અઢાર પાપસ્થાનકમાં સત્તર વાપસ્થાનકથી પણ જ્ઞાનીએ અઢારમાં મિથ્યાત્વ પાપસ્થાનકને ભારે કહ્યું છે. કારણ કે જ્યાં દ્રષ્ટિ જ એવી વિપરીત હોય કે માન, પ્રતિષ્ઠા અને સુખ એ બધું પૈસે હોય તે જ છે, પછી તો તેમાંથી પાપની પ્રચંડ વાલાએ જ ફાટવાની છે. અને દ્રષ્ટિજ એવી સમ્યફ થઈ જાય કે સુખ કે શાન્તિ કે બહારના ઈષ્ટ સંજોગોમાં નથી પણ મારા પિતાના આત્માના સ્વભાવમાંજ તે સુખ અને શાન્તિના અખૂટ ભંડાર ભર્યા પડયા છે, પણ તે આત્માને ખજાને મને લૂંટતા આવડે નથી એટલે હું જ્યાં ત્યાં બહારમાં સુખને શાન્તિ માટે ઝાવાં નાખી રહ્યો છું. બાકી હું મને પિતાને ઓળખીને તેમાં સમાઈ જાઉં તે મારા જેવા કેઈ સુખી નથી. આ પ્રમાણે દ્રષ્ટિ નિર્મળ થઈ જાય છે તેમાંથી એકલે શાતિને પ્રવાહ જ વહેવા માંડવાને છે પછી તે આત્માના પ્રદેશ પ્રદેશમાં બાવના ચંદન જેવી શીતળતા વ્યાપી જવાની છે.