________________
૧૧૯ ]
૨સાધિરાજ અને જેમ જેમ આત્મા તપ સંયમના માર્ગમાં પરાક્રમ કરે તેમ તેમ કર્મોનાં આવરણે તૂટતાં જાય છે. કર્મોનાં આવરણ તેડવા મનુષ્ય ભવને આપણને એક મહાન અને અપૂર્વ અવસર મળ્યો છે, માટે સૂત્રમાં ફરમાવવામાં આવ્યું છે કે, હે પંડિત ! તું આ ક્ષણને પિછાણ ! અને અવસરને પિછાણે તેજ ખરે પંડિત કહેવાય ! અવસર વિતી ગયા પછી કશું હાથમાં આવવાનું નથી. આ મનુષ્ય ભવના અવસરને જીવ ચૂકી ગયો તે છે કે તેને કેવલ પશ્ચાત્તાપના આંસુ સારવાના રહેશે. કારણ કે, મનુષ્ય ભવને અવસર ફરી ફરીને હાથમાં આવે અતિ દુર્લભ છે.
જીવ સવળે પડે તો એક ક્ષણમાં તરી જાય
આ જીવનની જે ક્ષણ જાય છે તે લાખેણું જાય છે. હમણું વચમાંજ કહી ગયા તેમ, ગયેલી ક્ષણ પાછી હાથમાં આવવાની નથી. માટે જીવનમાં જાગૃતિ કેળવીને ક્ષણેક્ષણ દરેક મનુષ્યએ સફળ બનાવવી જોઈએ. આ મનુષ્ય જીવનની એકાદ ક્ષણ પણ નકામી જાય, અથવા ધર્મની આરાધના વિનાની જાય તો સમજવું કે જ્ઞાનીની દ્રષ્ટિએ આપણને ઘણું મોટું નુકશાન થાય છે. પણ આપણે એવા તે બેફામ છીએ કે નુકશાન આપણને થાય છે છતાં એ નુકશાનને આપણને ખ્યાલ સરખાએ આવતો નથી. જીવ સવળ પડે તો એક ક્ષણમાં કામ કાઢી જાય, અને અવળે પડે તે એક ક્ષણમાં બાજી બગડી પણ જાય છે. કેટલાક મનુષ્યના જીવનમાં એકાદ ક્ષણને સત્સંગથી પણ એ પલટો આવી જાય છે કે, જીવનની આખી લાઈન