________________
૧૨૭ ]
રસાધિરાજ પણ યોગ્યતા જઈએ તો કેટલી ગ્યતા હોય ત્યારે જૈનત્વ આવે. મન, ઈન્દ્રિય અને રાગ-દ્વેષાદિ પર અંશે પણ જેને વિજય થયે હોય તે જૈન કહેવાય. વણિકવૃત્તિ એ જુદી વાત છે, અને જૈનત્વ એ આખી જુદી વાત છે. જૈનત્વ પરમાર્થ પ્રધાન હોય છે, જ્યારે વણિકવૃત્તિ સ્વાર્થ પ્રધાન હોય છે. માટે વણિકકુળમાં જન્મ મળે એટલે જૈન બની ગયા એમ નહીં માની લેતા. અંદરના કામ-ક્રોધાદિ દેને જીતી લેનાર જેન બની શકે છે, અને તેમાં એકાંતે કુળની પણ પ્રધાનતા નથી કે, અમુકજ કુળમાં જન્મેલે જૈન બની શકે. જે કોઈ શુદ્ધ-દેવ, ગુરૂ ને ધર્મની ઓળખાણપૂર્વક દોષોને જીતી લેવાને ધ્યેય રાખે તે જેન બની શકે, અને રાગ-દ્વેષાદિ દોષોને સંપૂર્ણ પણે જીતી લેનાર તે જિન કેવળી બને છે. કે મહાભાગ્યવાન તે જિનેશ્વર પણ બની જાય છે. રાગ ભયંકર પણ રાગને અંધાપો અતિભયંકર - હવે મૂળ વાત પર આવી જઈએ. ચિલાતી થાકી એ ગયે કે, હવે તેનામાં આગળ ધપવાની તાકાત રહી હેતી, અને શેઠ પણ લગભગ તેની નજીકમાં આવી પહોંચે છે. શેઠ અને તેમના પાંચ પુત્રો હથિયાર સહિત તેની પાછળ પડેલા છે. સુષમાને ખભા પર ઉપાડેલી હતી એટલી ચિલતીને થઈ ગયું કે, હવે હું મારું કેઈ સંજોગોમાં રક્ષણ કરી શકું તેમ નથી. શેઠ અને તેના પુત્રે મને હવે થોડીક જ વારમાં ઘેરી વળવાના છે. છતાં સુષમાને મેહ તેનાથી મૂકતે નથી. તેને થયું, ભલે હું ખાઈ શકું તેમ નથી પણ મને ઢોળી નાંખતા તે આવડે છે! એટલે તે તલવારના