________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૨૬ સમજી રાખવા જેવા ચાર પ્રકાર
પર ધન કે પરસ્ત્રી તરફ જે નજર ન કરે તે સજજન કહેવાય. અથવા તે પર ધન જેની દ્રષ્ટિમાં માટીના ઢેફાં સમાન હોય અને પરસ્ત્રી જેની દ્રષ્ટિમાં મા-બહેન કે પુત્રી સમાન હોય તે સજ્જન તે કહેવાય, પણ તેને મહાજન કહેવું હોય તે પણ કહી શકાય. જન–સજજન–મહાજન
અને દુર્જન, એ ચારે પ્રકાર સમજી રાખવા જેવા છે. (કેઈનું હિત ન કરી શકે પણ કેઈનાં પણ અહિતમાં ઉ ન રહે તે જન કહેવાય. પોતાના સ્વાર્થ તરફ લક્ષ હેય પણ શક્તિ મુજબ પરમાર્થ કરે તે સજજન કહેવાય. સ્વાર્થને ભેગ આપીને પણ પરમાર્થ કરે તે મહાજન કહેવાય. કંઈ ઘણાં મનુષ્યનાં સમુદાયને જ મહાજન કહેવાય તેવું નથી. કુમારપાળ જેવાં એકને પણ મહાજન કહી શકાય, અને બીજાના અહિતમાં પ્રવતે તે દુર્જન કહેવાય, કેવળ પિતાને સ્વાર્થ સાધવાની જ બુદ્ધિ હેય, તેવાને નંબર તે જન સમુદાયમાં પણ ન લાગે તે પછી જૈન સંઘમાં નંબર લાગે એ ક્યાં સહેલી વાત છે?
વણિકવૃત્તિ અને જૈનત્વ વચ્ચેનું અંતર , જન શબ્દ ઉપર બે પાંખડાં ચડે ત્યારે જૈન શબ્દ બને છે. દયા અને દાનનાં જેનામાં પરિણામ હોય તેજ ખરો જૈન કહેવાય. જૈન શબ્દ પર બે માત્રા છે તે ખરી રીતે બે પાંખ છે. તે સૂચવે છે કે, દયા અને દાન અંગેની જેની ઉત્કૃષ્ટ ભાવના છે તે જ ખરો ભાવ જૈન છે, જન બનવા