________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૨૨ નારદજી કહે છે, કેમ ભાઈ? સંબંધીઓ તરફથી શું પ્રત્યુત્તર લઈને આવ્યું ? પ્રત્યે ! હવે બીજી વાત. બધી મૂકી દો. આપે કહેલાં વચન તદ્દન સાચા ઠર્યા છે. આજથી આપ જ મારા ગુરૂ છો. આજથી બધા પાપને હું પરિત્યાગ કરૂં છું આપને સંગ થયા પહેલાં પૂર્વે મારાથી ઘણું પાપે સેવાઈ ગયાં છે, અને મારા આત્માને મેં ખૂબ મલિન બનાવે છે. માટે હવે આપ મને શુદ્ધિને ઉપાય. બતા! મને પાપ કર્મો અંગેને પશ્ચાત્તાપ થાય છે. હવે આપ મને તેનું પ્રાયશ્ચિત્ત કરાવે. પશ્ચાતાપ એજ શુદ્ધિને પરમ ઉપાય છે. ત્યારબાદ નારદજી તેને રામ નામને મંત્ર આપે છે, અને ત્યાં ને ત્યાં રહીને તે રામ નામની જાણે અલખ જગાવી દે છે. તેના શરીર પર માટીના રાફડા ફરી વળે છે. છતાં તેણે રામનામની ધુન છેડી રહેતી. અંતે તેને ઉદ્ધાર થઈ જાય છે અને હિન્દુધર્મશાસ્ત્રોમાં વાત આવે છે તેમ વાલિયે લુંટાર, લુંટારે મટીને વાલ્મિકી ઋષિ બની જાય છે. જયાં સ્વ દયા નથી ત્યાં વળી પર દયા કેવી ?
તમે પણ અનેક માટે પાપ આચરી રહ્યા છે. માટે એકવાર બધાને ભેગા કરીને બધાની સમક્ષ આ વિચારણા મૂકી દે છે એટલે તમને પણ વાલિયા ભીલની જેમ સંબંધીઓ કેવા સ્વાથી હોય છે તેનું સ્પષ્ટ દર્શન થઈ જશે. કઈ જ્ઞાની પુરૂષે લખ્યું છે કે,
मया परिजनस्यार्थे कृतं कर्म सुदारुणम । एकाकी तेन दह्योऽहं गतास्ते फल भोगिनः ।।