________________
૧૨૩ ]
રસાધિરાજ
ક કરી રહ્યો છું તેમાં ઘણાંની ભાગીદારી છે. આ યાપ કર્મીની કંપનીના મુખ્ય સંચાલક છું, પણ એના બીજા શેર હાલ્ડરો ઘણા છે. મહારાજ ! આ મારી એકલાની નહી પણ લિમીટેડ કંપની છે. માટે મારે લાંબી ચિન્તા કરવા જેવી નથી. મારા આખાએ કુટુંબનાં નિર્વાહ માટે હું આ પાપ સેવી રહ્યો છું.
નારદજી તેને કહે છે, તે તુ ઘેર જઇને તારા આખાએ કુટુમ્બને ( શેર હાલ્ડરને ) ભેગાં કરીને એકવાર પૂછી લે કે, તમારા સૌના નિર્વાહુ માટે હું પાપ સેવી રહ્યો છું, માટે પાપ કર્માંમાં તમે સૌ ભાગીદાર છે ? વાલિયા ભીલ તરત ઘેર જાય છે અને પેાતાના આખાએ કુટુંબને ભેગુ કરે છે, અને કહે છે કે તમારા બધાના નિર્વાહ માટે જ'ગલમાં રહીને ચાકમ જેવા પાપ મારે સેવવા પડે છે, તેમાં કેટલાય ઋષિ-મુનિઓને પણ મે લુટેલા છે. માટે હુ એકલેા નહી પણ તમે સૌ પાપમાં ભાગીદાર છે અને તે કમ સૌને ભાગવવા પડવાના છે. આ વાત સાંભળીને તેના પત્ની અને પુત્રએ તેને સંભળાવી દીધું કે, પાપ કર્મોંમાં તે કોઈની ભાગીદારી હાતી હશે ? એતા સૌના કર્યાં સૌને ભાગવવાના છે. તેનાં બધા સબધીઓ તરફથી તેને આવે એક સરખા જવાબ મળ્યેા, ત્યાં તે પેલે ત્યાંથી સીધા ઉભાજ થઇ ગયા. તેને બધા પર બૈરાગ્ય આવી ગયે, અને સ'ખ'ધીઓને છેલ્લા સલામ ભરીને સીધા નારદજીની સમીપે પહેાંચી ગયા, અને સબધીઓને છેલ્લે કહેતા ગયા કે, આજથી તમારા માટે તેા ઠીક પણ મારા આ પેટ માટે પણ મારે પાપ આચરવા નથી.