________________
૧૨૩ ]
રાધિરાજ મેં કુટુંબીઓને મારા પિતાનાં માનીને તેમને સુખી કરવા માટે અતિદારૂણ એવા કુકર્મો આચર્યા ! આજે તે કમે ઉદયમાં આવતાં તે કુકર્મોની ભીષણ ઝાળમાં હું એકલે બળી રહ્યો છું અર્થાત્ ઉદયમાં આવેલાં તે પાપકર્મો હું એકલે જોગવી રહ્યો છું અને જે જે માટે મેં તેવા કુકર્મો કર્યા હતાં તે તે બધાં ફળ ભેગવીને અને જે હાથમાં આવ્યું તે લઈને કયાંના ક્યાં પલાયન થઈ ગયા. સંપત્તિમાં સૌ સંબંધીઓ. ભેગાં હતા અને સૌ સાથે રહીને અમન ચમન કરતા હતા અને વિપત્તિ કાળમાં આજે હું એકલે પડી ગયો છું. આ એક ગાથામાં કેટલું બધું રહસ્ય સમાએલું છે અને આવી રીતે સમ્યક વિચાર્યા પછી કેણ એ મૂર્ખ હોય કે જે પિતાના આત્મા માટે જોખમ ખેડે? પાપના ભારથી, આત્માને લાદવે એ મહાભયંકર જોખમ ખેડવા જેવું છે. પિતાને પિતાની દયા ન હોય તેજ આવું જોખમ ખેડી શકે ! અનંત કાળથી આત્મા અનંતાનંત દુઃખેને ભેગવી રહ્યો છે. છતાં રવઆત્મા અંગેની પણ જેનાં હૃદયમાં દયા નથી તે તે ક્રરમાં ક્રર માનવી કહેવાય અને સ્વદયા જેનામાં નથી તેની પાસે પરદાની તે આશા જ કયાંથી રખાય?
આપણી મૂળ વાત એ હતી કે, સત્સંગના પ્રભાવે વાલિયા ભીલમાં કેવું પરિવર્તન આવી ગયું ! વાલિયે. ભીલ મટને વાલ્મિકીષિ બની ગયે, એ કાંઈ જેવું તેવું પરિવર્તન ન કહેવાય. માટે જીવનની જે ક્ષણ સત્સંગમાં. જાય તે સફળ છે. પાપીમાં પાપી કહેવાતે મનુષ્ય પણ સત્સંગના પ્રભાવે ધર્માત્મા બની જાય છે. જૈન શાસ્ત્રોમાં તેવુંજ દ્રષ્ટાંત ચિલાતી પુત્રનું આવે છે.