________________
૧૧૧ ]
રસાધિરાજ
છે કે, શરીરથી આત્મા ભિન્ન છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીર નાશવંત છે, આત્મા અવિનાશી છે. શરીરના સ્વભાવ સડન—પડન ને વિશ્ર્વસન છે. જ્યારે આત્માના સ્વભાવ જ્ઞાન, દર્શન ને ચારિત્ર છે. બન્નેના લક્ષણ જુદા જુદા હેાવાથી આત્માને શરીર એક નથી પણ તલવારને મ્યાનની જેમ શરીરને આત્મા તત્વ દ્રષ્ટિએ ભિન્ન છે. આત્મા સ ́સાર પર્યાયમાં છે ત્યાં સુધી શરીરથી આત્મા એકાંતે ભિન્ન નહી, એકાંતે અભિન્ન પણ નહી', ભિન્નાભિન્ન કહ્યો છે પણ સિદ્ધ પર્યાયને પામેલા જીવા અશરીરી હાવાથી તત્વ દ્રષ્ટિએ આત્માને શરીરથી ભિન્ન કહ્યો છે. આને સ ્ માન્યતા કહેવાય અને એજ સત્વ છે.
જ્યાં એકાંત ત્યાં સમ્યક્ત્વના અંત
શરીરથી ભિન્ન આત્માને માનીને પણ તેને એકાંતે નિત્ય માની લેવે અથવા એકાંતે અનિત્ય માની લેવા એ પણ વિપરિત માન્યતા હાવાથી મિથ્યાત્વ છે. જ્યારે આત્માને ક'થચિત્ નિત્ય અને કથચિત્ અનિત્ય માનવે એ સમ્યક્ માન્યતા છે. દ્રવ્યાકિનયની દ્રષ્ટિએ આત્મા નિત્ય છે તે શરીરાદ્રિ પર્યાયની દ્રષ્ટિએ અનિત્ય પણ છે. ખસ આજ સ્યાદ્વાદની શૈલી છે. સ'સારનું સર્જન ભગવાને કર્યું છે, એમ માની લેવુ' એ પણ વિપરીત માન્યતા છે. સંસાર ભગવાને સર્જેલા નથી, પણ આપણા કર્મે સજા એલા છે. ભગવાન તે મેાક્ષના સાચા રસ્તે બતાવનારા છે. ભગવાન કોઈ ને જન્મ-મરણના ફેરામાં નાખનારા નથી. આજ સાચી માન્યતા છે, અને સાચી માન્યતામાંજ સમ્યક્ત્વ છે.