________________
૧૦૦ ]
સાધિરાજ અધિક શ્લાઘનીય છે. મેરૂ પર્વત પર કલ્પતરૂની શી કિંમત. અંકાવાની છે ? જ્યારે એ જ કલ્પતરૂ જે મારવાડની ભૂમિમાં ઉગેલ હોય તે કેટલી બધી પ્રશંસાને પામે? તેમ ચેથા આરાને કાળ કે જે કાળમાં સાક્ષાત્ તીર્થકર વિચરતા. નહેતા એ કાળમાં ઘણા આત્માઓ આ શાસનને પામેલા નહોતા. જ્યારે અત્યારે આ પંચમ કાળમાં તેવા તીર્થંકરાદિ. મહાપુરૂષને વિરહ વતે છે, તેવા કાળમાં આપણે જિન શાસનને પામ્યા એ આપણુ પ્રબળ પુન્યદયની નિશાની છે. માટે આ અપૂર્વ અવસર મલે છે એમ જાણી આવા પડતા કાળમાં પણ બને તેટલું સ્વઆત્મહિત સાધી લેવું જોઈએ. કર્મ સ્થિતિની લઘુતા વિના જીવને રસ્તો
સુઝે નહીં ચેથી ભાવક્ષણ છે. જે કર્મોનાં ઉપશમ ક્ષપશમ અને ક્ષયરૂપ છે, જેમ જેમ કર્મોનું ઉપશમ ક્ષપશમ કે ક્ષય થાય તેમ તેમ આમિક ગુણે પ્રગટે છે. એક સમ્યકત્વ ગુણ પણ મેહનીયાદિ સાતે કર્મોની સ્થિતિ જ્યારે ઘણી ખરી એની મેળે જીવન તથા પ્રકારનાં પુરૂષાર્થ વિના પણ તૂટી જાય છે અને એક કટા-કટી સાગરેપમ પ્રમાણ સ્થિતિમાંથી પણ પપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિ જ્યારે ન્યુન થઈ ગઈ હોય ત્યારે તે જીવ ગ્રંથીનાં દેશે આવે છે. અને ગ્રંથીનાં દેશે આવેલા જીવમાંથી પણ કેઈકજ જીવ અપૂર્વકરણને પરિણામ વડે રાગ-દ્વેષની નિબિડ ગાંઠને ભેદીને સભ્યત્વના પરિણામને પ્રાપ્ત કરે છે.