________________
ક્ષણ લાખેણું જાય
[ ૧૦૮ હે નાથ ! અમને આ કલિકાલમાં પણ આપ દેવાધિદેવના દર્શન થયા છે. માટે આ કલિકાલને પણ અમારા નમસ્કાર છે. દુષ્કાળમાં ઘૂતપૂર એવા ઘેબરનું ભેજન મળે એ કેટલું ખુશનસીબ કહેવાય ! તેમ આવા પડતા કાળમાં જિનશાસન રૂપી અમૃતપાનને અવસર મળે છે એ પણ કેવું મહાન નશીબ કહેવાય! જ્યાં લીબડાની છાયા પણ દુર્લભ હોય તેવી મરૂભૂમિમાં કલ્પતરૂની છાયા મળી જાય એ મહાન ભાગ્યદય હાયતેજ મળે. તેમ આ કઠણ એવા પંચમ કાળમાં જિનશાસન રૂપી કલ્પતરૂની છાંયા મળી છે એ પણ જીવને જે તે પુદય ન કહેવાય, બલકે પ્રબળ પુદય કહેવાય. માટે બને તેટલી જિન ધર્મની આરાધના કરીને આ મળેલી કાળક્ષણને લેખે લગાડવી જોઈએ.
મરૂભુમિમાં કલ્પતરૂ કેટલાક આત્માઓ ચોથા આરાના કાળમાં જે સામગ્રી નહેતા પામી શક્યા તે ધર્મ સામગ્રી આપણે આ પડતા કાળમાં પામી શક્યા છીએ.
सुषमातो दुःषमायां कृपा फलवती तव । मेरुतो मरुमूहि श्लाध्या कल्पतरोः स्थिति ॥ કલિકાલ સર્વજ્ઞ પૂ, હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે, નાથ! સુષમ કાળ કરતાં પણ દુષમ કાળમાં (પંચમ કાળમાં ) આપની કૃપા અમારા જેવા માટે અધિક ફળવતી છે. કારણ કે, મેરૂ પર્વતની ભૂમિ કરતાં મરૂભૂમિમાં કલ્પવૃક્ષની સ્થિતિ