________________
૧૦૫ ]
સાધિરાજ સત્ય–અહિંસાને માર્ગે વળ્યા વિના ઉધ્ધાર નથી
ધર્મના અનેક સિદ્ધાંત છે પણ તેમાં મુખ્યમાં મુખ્ય સિદ્ધાંત એ છે કે જે કાંઈ પિતાના આત્માને પ્રતિકૂલ હોય તે બીજા પ્રતિ નહીં આચરવું જોઈએ. અહિંસાને સિદ્ધાંત એ જ અધ્યાત્મનું ખરૂં રહસ્ય છે. આ રહસ્યને દુનિયા આજે સમજે આવતી કાલે સમજે કે પછી કાલાંતરે સમજે આ રહસ્યને પામ્યા વિના દુનિયામાં ખરી શાન્તિ સ્થપાવાની નથી, અને આ રહસ્યને દુનિયા જે દિવસે પામી જશે તે દિવસે દુનિયામાં રોમેર શાતિના સરવરીયાં છલકાશે અને વિશ્વની આબેહવા પણ એટલી બધી શુદ્ધ થઈ જવાની કે, વિશ્વના અણુએ અણુમાંથી શનિના સુર ગુંજી ઉઠશે. વિશ્વના આત્માઓ જ્યાં ત્રાહીમામ્ થઈ રહ્યા છે ત્યાં ગમે તેટલી પંચવર્ષિય યેજનાએ પસાર કર્યોથી કંઈ વળવાનું નથી. સત્ય અહિંસાની પ્રતિષ્ઠા થશે ત્યારે જ આ વિશ્વમાં સાચી સમૃદ્ધિનાં દર્શન થશે, અને તે અહિંસા પણ મનુષ્ય-પ્રાણી જેટલી સિમિત નહીં, પણ પ્રાણી માત્ર સુધી પહોંચે તેવી વિરાટ હોવી જોઈએ.
આજે દુનિયામાં ચીમેર દ્રહિંસા વધી છે તેમ પરસ્પર સંઘ સમુદાયમાં, સમાજમાં અને આપસ-આપસમાં રાગ-દ્વેષ, કલેશ-કંકાસ અને વૈર-ઝેર વધવાથી ભાવ હિંસા પણ ખૂબ વધી છે. ભાવ હિંસાથી જીવને નિયમાબંધ પડે છે, અને તેનાથી વાતાવરણમાં ખૂબ અશાંતિ આવી જાય છે. માટે ભાવ હિંસા ટાળવાને પણ દરેકે પ્રયત્ન કરવું જોઈએ. જીરને અંદરના અશુભ પરિણામ તે જ ભાવ હિંસા છે,