________________
૯૯ ]
રાધિરાજ ભલભલાને આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી છે. તે પછી ઘણા વર્ષો પહેલાં થઈ ગએલા વસ્તુપાલ–તેજપાલ, ભામાશા, જગડુશા અને ધરણુશા શેઠના તે તે સગુણેની તે વાતજ શી કરવાની ? તેમાએ હવે તે ભમરાશીએ ઉતરી ગયું છે. હવે આગળ ઉપર તે જરૂર જૈન શાસનની અપૂર્વ પ્રભાવના થશે તેવી આશા રાખવી તે કઈ અસ્થાને વાત નથી.
ક્ષણના ચાર વિભાગ આપણું મૂળ વાત એ છે કે, મનુષ્ય ભવની આપણને અપૂર્વ ક્ષણ મળી છે તેની દુર્લભતા પિછાનવાની ખાસ જરૂર છે. ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિમાં ફરમાવે છે કે, કેટી ભવે પણ મળ દુર્લભ તે મનુષ્ય ભવ પામવા છતાં અરર ! આ જીવને શે પ્રમાદ છે? કારણ કે, વીતી ગએલી ક્ષણ તે ફરી પાછી ઈન્દ્ર જેવાને પણ મળતી નથી!
नच गतमायुद्यः प्रत्येत्यपि देवराजस्य । આ ભગવાન ઉમાસ્વાતિના ઉદ્દગારે છે. આ ઉગારે એવા છે કે માનવી તેની પર ઘલન કરે તે તેને એકવાર અમૃતના એડકારો આવે ! દુનિયામાં કંચન, કામિની, ધન-વૈભવ એ બધું ફરી પાછું મેળવી શકાશે પણ પસાર થઈ ગએલી ક્ષણ ફરી પાછી મેળવી શકાતી નથી. એટલા માટે ભગવાન આચારાંગ સૂત્રની દેશનામાં તેના બીજા અધ્યયનમાં ફરમાવે છે કે,
હે પંડિત ! આ મળેલા અપૂર્વ અવસરને તું પિછાણી લે!