________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૦૦
અથવા તા ક્ષણને પિછાણે તેજ ખરા પતિ છે, ધર્માનુષ્ઠાન માટેના અવસર તેને અપૂર્વ ક્ષણ કહેવામાં આવે છે, તેના ચાર વિભાગ પડે છે. દ્રવ્યક્ષણ, ક્ષેત્રક્ષણ, કાલક્ષણ અને ભાવક્ષણુ, અનાદિ કાળથી સ‘સારમાં પરિભ્રમણ કરતાં જીવને મહાન પુન્યનાં ઉદયે મનુષ્ય ભવ મળી જાય, તેમાં પણ પાંચ ઇન્દ્રિયાની પૂર્ણતા મળે. શ્રેષ્ઠ જાતિ અને કુળમાં મનુષ્ય જન્મ મળે, રૂપ, મળ દિર્ઘાયુષ્ય અને આરોગ્ય વિગેરેની પ્રાપ્તિ તેને દ્રવ્યક્ષણ કહેવામાં આવે છે. મનુષ્ય ભવ તા મળી જાય પણ ઉપરોક્ત સામગ્રી સર્હુિત મનુષ્ય ભવ મળવા અતિ દુર્લભ છે. તમે મારી સામે બેઠેલાં ખૂબ ભાગ્યશાળી છે કે આ દ્રવ્યક્ષણની તમને સંપૂર્ણ અનુકુળતા મળી છે. એટલી બધી સાનુકુળ સામગ્રીના તમને જોગ મલ્યા છે કે, તમે ધારો તે તમારા પુરૂષાના બળે સવ વિરતિચારિત્રની ભૂમિકા સુધી પહેાંચી શકે. જીવને ચારિત્રજ દુભ છે. મનુષ્યાનેજ તેના અધિકારી કહ્યા છે. દેવ અને નારક સમ્યક્ત્વ અથવા શ્રુત સામાયિકને પામી શકે, તિય ચામાંથી કોઈક દેશ વિરતિના પરિણામને પામી શકે, બાકી સર્વ વિરતિ ચારિત્ર મનુષ્યે જ અંગિકાર કરી શકે છે અને સર્વ વિરતિ ચારિત્ર અંગે જ મનુષ્ય ભવની આટલી દુર્લભતા છે ધન-વૈભવનાં સુખ અંગે કોઈ જ્ઞાનીએ મનુષ્યભવને દુર્લભ કહ્યો જ નથી. તેથી મનુષ્ય ધન-વૈભવના સુખની પાછળ જ જો પડયા રહેશે તે આ મળેલી માંઘેરી મહા કિંમતી દ્રવ્ય ક્ષણ વેડફાઈ જવાની છે. આ દેશમાં અનાર્યતા
મીજી ક્ષેત્ર ક્ષણની અપેક્ષાએ જે ક્ષેત્રમાં ચારિત્ર