________________
રસાધિરાજ
ભ્રમમાં પડેલો જીવ જીવમાં પોતાનામાં અનંત સુખ હોવા છતાં જીવને અનાદિથી કર્મના ઉદયને લીધે જાણે એ ભ્રમ થઈ ગયે છે કે, સુખ કયાંક બહારમાં છે તેથી કનક-કામિની વગેરેનેજ જીવ સુખને સાધન માની બેઠેલે છે. અથવા શરીર, સંપત્તિ, સાનુકુળ ઇન્દ્રિયના વિષયે અને તેના સાધને– તેમાંજ જીવ સુખની કલ્પના કરી બેઠે છે. આવી રીતે જીવ ભ્રમમાં પડી ગએલે લેવાથી કનક-કામિની, કાયાકુટુંબ વગેરેની પાછળ આ જીવ ધતુરો ખાઈને ઉન્મત્ત બનેલા મનુષ્યની જેમ ભમ્યા કરે છે. આ ખરેખરા રહસ્યની વાત છે. આજ વાતને ઘટસ્ફોટ કરતાં પૂ. ચિદાનન્દજી મહારાજ પદ બહેતરીમાં ફરમાવે છે કે,
कनक कामिनि अरु एहथी, नेह निरंतर लायो, ताहुमे तु फिरत सुरानो कनक बीज मानु खायो।
मूरख विरथा जन्म गुमायो । ધ-તરે જેણે ખાધો હોય તે મનુષ્ય માટીની ઈંટ વગેરેને સુવર્ણ સ્વરૂપે દેખે છે, તેમ મેહનાં ઉન્મત્તપણને લીધે આ જીવ શરીરાદિ બધાં પરપદાર્થોને પિતાના લેખે છે. એટલા માટે ભગવતી સૂત્રમાં ભૂત વળગેને કેાઈ મનુષ્ય ઉન્મત્ત બની જાય તે કરતાં મેહનીય કર્મના ઉન્માદને ભયંકર કહ્યો છે. સૂત્રમાં કહેવાએલી આ વાત દરેક મુમુક્ષુએ પુનઃ વિચારવા યોગ્ય છે.