________________
ક્ષણ લાખેણું જાય
[ ૯૬
નરજન્મને હારી ગયા તે ગણત્રી ગમારમાં થશે
આવી રીતે કનક-કામિની, કાયા અને કુટુમ્બના મેહમાં પડેલા મનુષ્ય નરજન્મને ક્યાંથી સાર્થક કરી શકવાના છે? નરજન્મની દુર્લભતા વિષે લેશ પણ કેઈને શંકા નથી. મહાન પુન્યના ઉદયે અનંતકાળે આ મનુષ્યભવ મલ્ય છે અને છતાં સાર્થક ન કરી શક્યા અને પ્રમાદમાં પડીને જે આ નગરજન્મને હારી ગયા તે ફરી અનંતકાળે આ મનુષ્યભવ મળ દુર્લભ છે. એટલે કેઈએ એમ ન માની લેવું કે, આટલે બધે આ નરજન્મને કેમ દુર્લભ કહ્યો છે ? આપણને તે મનુષ્યભવ મળી ગએલે છે. આવા વિચારે આવે તે ઉપરોક્ત વિચારણા મગજમાં લાવવાની છે કે, કેટલે કાળે આ મનુષ્યભવ મલે છે, અને ધર્મ–ધ્યાનમાં પ્રમાદી બનીને જે હારી ગયા તે ફરી કેટલે કાળે મળશે?
ક્ષણે ક્ષણ મહા કિંમતી આપણે તે આ વાતને હજી ઘેડી આગળ લંબાવવી. છે કે, મનુષ્યભવને તે જ્ઞાની પુરૂષએ દુર્લભ કહ્યો છે એટલું જ નહીં પણ મનુષ્ય ભવની પ્રત્યેક ક્ષણને જ્ઞાનીએ દુર્લભ કહી છે. અમૂલ્ય એવા રત્ન વડે ધન-વૈભવ જરૂર મેળવી શકાય છે. જ્યારે મહાપુરૂષે ફરમાવે છે કે,
दुर्लभा रत्नकोटयाचाऽपि क्षणापि मनुजायुषः કરેડ રત્ન આપવા છતાં મનુષ્ય ભવનું એક ક્ષણનું પણ