________________
રસાધિરાજ
[ ૮૦
-
-
દંડકરાજા પણ પિતાના સ્થાને આવી પહોંચ્યા. રાજાને મહર્ષિની દેશના સાંભળતાં ઘણે આનંદ થયે. છતાં રાજાઓ સ્થિર પરિણામી હેતાં નથી. રાજાઓમાં પૂર્વકાળમાં મેટી કુટેવ એ હતી કે, તેઓ મેટે ભાગે બીજાની આંખે જ જોનારા હતાં. બીજાનાં અભિપ્રાય પર ચાલનારા રાજાઓથી પૂર્વકાળમાં પ્રજાજનેને ઘણે અન્યાય થતું હતું. જો કે આજના શાસનથી પણ પ્રજામાં અસંતેષ એને એવે છે. પ્રજાએ રામરાજના સ્વપ્ના સેવેલા, પણ જન જીવન આજે તારાજ બનતુ જાય છે. હવે એને સ્વરાજ કઈ રીતે કહી શકાય ?
પાલકની પ્રપંચ જાળ અહિં આ કથાનકમાં પણ ઘટના એવીજ બની જવા પામી. રાજાએ પાલક પુરોહિતને જરા વિચારમગ્ન જોઈને સહેજે પૂછ્યું કે, નગરમાં બધા આનંદમાણી રહ્યા છે ત્યારે તમે આટલા બધા વિચારમગ્ન કેમ દેખાઓ છે ?" પાલકે કહ્યું; રાજન્ લેક એને ગાડરીએ પ્રવાહ છે! તેનામાં સારાસારને લાંબે વિવેક હેતે નથી, રાજન્ ! તમે પણ, ઘણાજ સરલ અને ભદ્રિક છે એટલે બધાને તેવા સ્વરૂપે દેખે છે. પણ રાજન્ ! આજે દુનિયામાં મોટે ભાગે પાખંડ બહું ચાલે છે. અને તે તમારા હિત અંગેની અને આખાએ રાજ્યનાં હિત અંગેની ચિંતા હોવાથી મારે તે ચારે બાજુની તપાસ રાખવી જોઈએ આ૫ અને નગરજનો જેની વાણી સાંભળીને ચાલ્યા આવે છે તે બંધક આચાર્ય મહામાયાવી અને પાખંડી છે. એ મહા શઠ મુનિ હજાર હજાર યોદધાએ સાથે યુદ્ધ કરી શકે તેવા સાધુનો વેષમાં