________________
૮૧ ]
રસાધિરાજ રહેલા પાંચ દ્ધાઓની સાથે જે અહિં આવેલા છે, તે પરમાર્થ કરવા નહીં, પણ કેવળ તમારું રાજ્ય પડાવી લેવા અહિં સાધુપણાને સ્વાંગ સજીને આવેલા છે. આપને મારા વચન પર વિશ્વાસ ન હોય તે આપ જાતે ત્યાં ઉદ્યાનમાં જઈને ખાત્રી કરે ! તેઓએ યુદ્ધ કરવા માટે ઉધાનની અંદર નીચે જમીનમાં શી દાટી દીધેલાં છે. માટે આપ ત્યાં જાતે જઈને તપાસ કરો. માયાવી મનુષ્ય કેટલી હદે જઈ શકે છે તે આ પાલકના દ્રષ્ટાંત પરથી આબેહુબ સમજાય તેવું છે. બદલે લેવાની દુષ્ટ બુદ્ધિથી શસ્ત્રો એણે પોતે જ દટાવેલાં છે, અને આવા મહાન ધર્મ ધુરંધર આચાર્ય અને તપસ્વી સંતે પર કેવું છેટું આળ ચડાવે છે. ક્રોધ અને માન કષાય કરતાં પણ માયા અતિ ભયંકર છે. ગીચ ઝાડીમાં સંતાએલાને પત્તો લાગે નહીં તેમ માયાવીને પણ ઝટ પત્તો લાગે નહીં. પિતામાં માયા પ્રવેશી છે, તેને પણ કેટલીકવાર માનવીને ખ્યાલ રહેતું નથી. વાણી, વર્તનને વિચારની જ્યાં એકતા ન હોય ત્યાં માયા પ્રવેશી છે એમ નિશ્ચિત સમજવું. ક્રોધને પ્રભાવ તન પર તો માયા ને લોભને
પ્રભાવ મન પર 0 પાલકનાં કહેવાથી રાજાએ ઉદ્યાનમાં જઈને જમીન ખેડાવી, એટલે પાલકે મુનિઓના આગમનની પહેલાં જ જે શસ્ત્રો જમીનમાં દટાવેલાં હતા તે બહાર નીકળી આવ્યા, જે જોતા રાજાને મનમાં એકદમ ક્રોધ આવી ગયે. રાજાએ પાલકની બધી વાત માન્ય રાખી લીધી. પાલકની માયા