________________
રસાધિરાજ
[ eo જેના ક્ષય પામ્યા છે તે ગમે તે બ્રહ્મા હાય, વિષ્ણુ હોય, શંકર હોય કે જિન ભગવાન હોય, તે સૌને નમસ્કાર કરીએ છીએ. કમએજ ભવબીજ છે અને તેનાથી જ જન્મ-મરણના અંકુરાઓ કુટે છે. કર્મને બંધ જવને રાગ-દ્વેષનાં પરિણામથી જ પડે છે અને તેનાથી આખીએ ભવ પરંપરા ઉભી થાય છે. તે ભવ પરંપરાને ઉભી કરનાર રાગશ્રેષાદિ જેનાં ક્ષય પામ્યા છે તેમને નમસ્કાર છે. શુદ્ધભાવ વિના ભવની ભાવટ નહી ભાંગે
શરૂઆતમાં એકદમ કઈ વીતરાગતાને પામી શકતા નથી, છતાં જીવને આગળ વધવા માટેનાં જેટલાં સાધને છે તેમાં મુખ્યમાં મુખ્ય વૈરાગ્ય અને ઉપશમ છે. તે બન્ને સાધન એવા સબળ છે કે, તેનાથી પરંપરાએ સાધ્યની સિદ્ધિ થયા વિના રહેતી નથી. રાગ-દ્વેષ એ કર્મજન્ય પરિણામ છે. જ્યારે ઉપશમ અને વૈરાગ્ય એ ક્ષે પશમ જન્ય ભાવ છે, જ્યારે બારમા કે તેરમાં ગુણસ્થાનકની વીતરાગતા એ ક્ષાયિકભાવ છે. આ કાળે ક્ષાવિકભાવ નથી. પણ ક્ષયે પશમજન્ય ભાવ છે. તે ભાવજ પરંપરાએ ક્ષાયિક ભાવ સુધી લઈ જનાર છે. જીવ પ્રશાંતભાવમાં આવે તે તે ભાવમાં પણ ઘણાં કર્મો ખપાવવાની તાકાત રહેલી છે. રાગી જવા કર્મોથી બંધાય છે, જ્યારે વૈરાગ્ય ભાવથી સંપન્ન જીવ કર્મોથી મૂકાય છે. જિન ભગવતેએ આ મુજબ બંધ મોક્ષ અંગેને સંક્ષેપમાં સાર કહી દીધો છે. કષ્ટ કરે કે સંયમ ધરો, પણ હૃદયના શુદ્ધભાવ વિના ભવની ભાવટ નહીં ભાગે.