________________
રસાધિરાજ
[ ૭૪ તે છે. જૈન ધર્મ શુચિમાંએ માનતું નથી. આવા કેટલાયે મુદા ઉપસ્થિત કરીને તેણે જૈન ધર્મને હલકે પાડવા માં સભામાં બેઠેલાં બંધકકુમારથી આ જરાપણ સહન ન થયું અને વાત પણ સાચી છે કે ધર્મની વિરુદ્ધ કઈ બેલતે હોય ને શક્તિ હોવા છતાં પ્રતિકાર ન કરે તે તે મહા મહનીય કર્મ બાંધે છે.
ઈશ્વર બતાવનાર છે. બનાવનાર નહીં
અંધકકુમારે સચોટ દલીલથી તેને મેગ્ય પ્રતિકાર કર્યો અને કહ્યું કે, જૈનધર્મ ઈશ્વરને સૃષ્ટિના કર્તા નહીં પણ મેક્ષમાર્ગનાં ઉપદેશક માને છે. બીજાઓ ઈશ્વરને બનાવનાર માને છે, જ્યારે જૈન ધર્મ ઈશ્વરને સાચે. રસ્તો બતાવનાર માને છે. સંસાર અનંત દુખમય છે. તેમાંથી છુટવાને રસ્તે ઈધર જરૂર બતાવે, બાકી ઈશ્વર અનંત કસણાના સાગર થઈને આવા જન્મ-મરણાદિ અનંત દુ:ખથી ભરેલાં સંસારમાં કોઈ જીવને નાંખે નહીં! વળી અંધકકુમારે કહ્યું કે, જૈન ધર્મ દ્રવ્ય અને ભાવ બને પ્રકારની શુચિમાં માને છે, માત્ર હાથ-પગ જોઈને જળમાં સ્નાન કરીને શુદ્ધ થઈ જવું, એ તે દ્રવ્ય શૌચ છે. જ્યારે અંદરના મને ગત ભામાં નિર્મળતા લાવવી તે ભાવશૌચ છે. એકલા જળમાં સ્નાન કરવા માત્રથી શુદ્ધિ, થઈ જતી નથી, પણ અંદરનાં રાગ-દ્વેષ રૂપી મળનાં નાશથી શુદ્ધિ થાય છે. એકલી બાહ્ય શુદ્ધિથી જ ઘમ થતું હોય તે માછલાને ધર્માત્મા કહેવા જોઈએ. કારણ કે, દિવસ ને. રાત તે જળમાં નાહ્યા જ કરતાં હોય છે. માટે પ્રધાનતા.