________________
પપ ]
રસંકિ
बडे-बडे जो पूर्वधारी जिनमें शक्ति हती वो भी उपशम छोडी विचारे पौये नरक गति
| નવ 81 કપરામ નાહી રતિ || મેટાં મોટાં પૂર્વધર જેવાં પુરૂષે કે, જેમનામાં ઘણી ઘણી મહાન શક્તિઓ હતી, તેવા પુરૂષે પણ ઉપશમને છોડી પ્રમાદને વશ પડવાથી નરકગતિનાં અધિકારી બન્યા છે. અને છેલ્લે તેજ પદમાં લખ્યું છે કે, ગૃહસ્થ હોય, વૈરાગી હોય, જેગી હોય, સાધુ હોય કે સન્યાસી હોય કે જતિ હોય, અધ્યાત્મની ભાવના કરવાપૂર્વક એટલે કે, પોતાના શુદ્ધ સ્વરૂપની ભાવના કરવાપૂર્વક જ્યારે એ પ્રશમભાવમાં સ્થિત બનશે ત્યારે જ તેને મિક્ષ થવાને છે.
સાધનાં ગમે તેવી હોય પણ સમતા રહિતને તેથી શું લાભ ? ;
પ્રશમરસમાં આત્મા નિમગ્ન ન બને ત્યાં સુધી મુક્તિ મેળવવા માટેની બીજી કોઈ યુક્તિ છે જ નહીં. ઉપશમમાં જે રતિ નથી તે જેગ ધારણ કરે કે, યતિનામ ધરાવે શું વળવાનું છે ? કષાયોને ઉપશમાવવાથી જ ચારિત્રની શુદ્ધિ થાય છે, શ્રી કુંદકુંદાચાર્યજીએ ફરમાવ્યું
किं- कहादि वणवासो काय क्लेसो विचित्त उववासो अम्तयण मीण पहुदि
समदा रहीयस्स समणस्स ॥