________________
૫૩ ]
સાધિરાજ
सव्वस्स समण संघस्स भगवओ, अंजलि करीअ सीसे सव्व खभावइत्ता, खमामि सव्वस्स अहयपि ।। પૂજ્ય એવા સકલ શ્રમણ સંઘને બે હાથવડે મસ્તકે અંજલી કરીને ખમાવું છું, અને હું પણ મારા તરફથી, સકલ શ્રી શ્રમણ સંઘ ભગવાનને ક્ષમા આપું છું. હૃદયને નમ્ર બનાવીને ક્ષમા માંગવી અને કેઈ ક્ષમા યાચના કરે ત્યારે તેને ક્ષમા આપવી એટલામાં તો આખાએ જૈન ધર્મને સાર આવી જાય છે. હૃદય અંદરથી નિર્મળ અને નમ્ર બને ત્યારેજ પરસ્પર સાચા હૃદયથી ક્ષમાપના થઈ શકે છે.
... सव्वस्स जीवरासिस्स
भावओ धम्म निहिअ निय चित्तो सव्व खमावइत्ता, खमामि सव्वस्स अहयंपि ॥
ધર્મને વિષે સ્થાપેલું છે ચિત્ત એ હું સર્વ જીવરાશિને ભાવથી ખમાવું છું, અને મારી પાસે ક્ષમા યાચનાર સર્વને હું મારા તરફથી ક્ષમા આપું છું–ક્ષમાપનાના વિષય ઉપર આ સૂત્રની ત્રણે ગાથાઓમાં જાણે દિવ્ય પ્રકાશ ઝળડળી રહ્યો છે. આત્માને ઉપશમ ભાવમાં લાવવા માટે પ્રતિક્રમણ ક્રિયામાં આ સૂત્રનું બે હાથ જોડીને ઉચ્ચારણ કરવામાં આવે છે.
આ સૂત્રને ભાવ હૃદયમાં બેસી જાય તે કષાયે જરૂર ઉપશમે અને આત્મા શાન્તરસમાં નિમગ્ન બની જાય. આ