________________
૫૮ ]
રસાધિરાજ જલસાએ બેઠવાતાં તેવા ભવ્ય પ્રાસાદા પણ ખાલીખમ પડ્યા છે. જેમાં ઉડી ઉડીને કાંગડાઓ બેસે છે. કોઈ પણ વસ્તુની હસ્તિ શાશ્વત નથી. છતાં જીવ સંક૯પ-વિકલ્પ કરીને વિના કારણે પોતે પોતાને જ દંડી. રહ્યો છે.
રમણતા સ્વમાં રાખે–પરમાં નહીં
પુણ્ય પ્રબળ હેય ને પિતાને લાગે કે મારી બધી. ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ રહી છે, તે તે ઈચ્છાઓ જ બીજી અનેક ઈચ્છાઓને જન્મ આપે છે. પછી તે નાવ જેમ, વમળમાં અટવાઈ જાય તેમ ઈચ્છાઓના જ વમળમાં માનવી એ અટવાઈ જાય છે કે, તેમાંથી બહાર નિકળવું તેને ભારે થઈ જાય છે. જ્ઞાનદ્રષ્ટિથી માનવી ઈચ્છાઓને નિરોધ કરી. નાખે તે સહીસલામત તે વમળમાંથી બહાર આવી જાય છે. બહારના પદાર્થો ગમે તેવા રૂ૫-લાવણ્યવાળા હોય, નીલા. હોય, કાળા હોય કે ગૌરવર્ણા હોય તેમાં જરાએ રાચવા જેવું નથી, અને વિચારવું કે આ બધી રચના પુદગલની છે. કઈ મહાત્માએ ફરમાવ્યું છે કે,
कोइ गोरा कोइ काला-पीला,
नयणे निरखनकी __ए देखी मत राची प्राणी
__रचना पुदगलकी
खबर नही यह जगमे पलकी । આજે નિતનવી ડીઝાઈનની વસ્તુઓ બહાર પડે છે. તેની