________________
રસાધિરાજ
[ ૫૬
સમતાભાવથી રહિત શ્રમણને વનવાસ-લેચાદિ, કાય-કલેશ, તપ-ઉપવાસ, સ્વાધ્યાય-મૌન, શું ગુણ કરે ? શ્રમણ આ બધું કરે પણ તેનામાં જે સમતા ન હોય તે એ બધું તેના માટે કલેશ ઉઠાવવા રૂપ છે. આવા અજ્ઞાન કષ્ટથી જ જે લાભ થઈ જતું હોત તે કેવળજ્ઞાન બહુ સસ્તુ ન થઈ જાત? કષ્ટ કરે. સંયમ ધરે કે કાયાને ગાળી નાંખે, પણ સાચી સાવદશા વગર આ જીવને ભવદુઃખને અંત આવવાને નથી. "મળ ગાળી નાંખે તે આત્મા નિર્મળ બને
RJ માટે જ્ઞાની ફરમાવે છે કે, રાગ-દ્વેષરૂપી મળને ગાળવા ઉપશમરૂપી જળમાં ઝીલે અને આત્માની સ્વભાવ દશારૂપ પરિણતિને આદરી રાગદશારૂપ પર પરિણતિને પીલી નાંખે. પછી જુઓ જીવનમાં શાન્તરસની કેવી જમાવટ થાય છે ? ન જેમાં કઈ પ્રકારનું દુઃખ હય, ન ભૌતિક સુખ હોય, કેવલ જેમાં આત્મિક આનંદ હેય. ન રાગ હોય, ન દ્વેષ હોય, ન કષાયાદિની ઉગ્રતા હોય, ન જેમાં કઈ પ્રકારની પિદુગલિક ઈચ્છાઓ હેય. તેને શાન્તરસ કહે છે. જે બધાં રસમાં “રસાધિરાજ' છે. એ “રસાધિરાજને આનંદ લુંટી સૌ પિતાના જીવનને રસમય બનાવે એજ અમારા હૃદયની ખરી શુભેચ્છા છે.