________________
૩૭ ].
રસાધિરાજ
આત્મામાં અનંત ગુણો રહેલાં છે, મહાપુરૂષોએ એ ગુણો પ્રગટ કર્યા છે. તેવા પુરૂષો પ્રતિ હદયમાં બહુમાન ઉપજે તે જ પ્રમોદ ભાવના છે.
પૂ. સિદ્ધસેન, દિવાકર પૂ. હરિભદ્રાચાર્ય, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, પૂ. અભયદેવસૂરી, પૂ. યશોવિજયજી ઉપાધ્યાય જેવા મહાન પુરૂષોએ પણ કેવાં મહાન કાર્યો કર્યા છે. અનેકાનેક શાસ્ત્રોની રચના કરીને તેમણે જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે, સનમતિતર્ક, ધર્મબિન્દુ, યોગશાસ્ત્ર અને જ્ઞાનસાર જેવા ગ્રંથ રચીને જાણે જ્ઞાનનાં અખૂટ ભંડાર ખુલ્લાં મૂકી દીધાં છે. મુમુક્ષુઓને એટલે તેમાંથી રસ લુંટ હોય તેટલે લુંટી શકે છે. આનંદ કામદેવ જેવાં શ્રાવકે પણ એવા સદ્ગુણી હતા કે, જેમનાં સદ્દગુણની પ્રશંસા સાક્ષાત્ તિર્થંકરેએ કરેલી છે. પુણિયા શ્રાવકની સામાયિક ભગવાન મહાવીરે વખાણેલી છે. સતિ સુલસા કે, જેને સાક્ષાત ભગવાન મહાવીરે ચંપાનગરીથી અંબડ પરિવ્રાજકની ભારત ધર્મલાભ પાઠવેલા છે. રેવતી શ્રાવિકા એવીજ ભક્તિ પરાયણ હતી. ભગવાન મહાવીર પ્રભુને છ મહિનાથી
શાલાએ તેલેશ્યા મૂકેલી એટલે લેહીને પરૂનાં ઝાડા થતા હતા. સિંહ અણગાર રેવતી શ્રાવિકાને ત્યાંથી ઔષધ વહેરી લાવેલા, જેના સેવનથી વ્યાધિ મટી ગયો. રેવતી શ્રાવિકાની આવી અપૂર્વ ભકિત હતી. તે ભકિતનાં પ્રભાવે રેવતી શ્રાવિકાએ તિર્થંકર ગોત્ર બાંધ્યું હતું. આવતી
વીશીમાં સત્તરમા તિર્થંકર થશે. આવા ગુણીજન પુરૂષોના ગુણ અંગેને પક્ષપાત એજ પ્રભેદ ભાવના છે.