________________
૪૩ ]
રસાધિરાજ दीनेश्वार्तेषु भीतेफु, याचमानेषुजीवितम् ।
प्रतिकारपरा बुद्धिः कारुण्यमभिधीयते ।। દીન-દુઃખી ભયભીત બનેલાં અને જીવીતવ્યને યાચનારા પ્રાણીઓના દુઃખ દૂર કરવા અંગેની જે બુદ્ધિ તેને કારૂણ્યભાવના કહેવામાં આવે છે. દુઃખીને જોઈ ને મનમાં દયા આવે એટલાથી કાર્ય પડી ન જાય, પણ તેનાં દુઃખ. દૂર કરવા માટેનાં પિતાની શક્તિ મુજબ પ્રયાસ કરવા એજ ખરી કરૂણ છે. કુતરાં-કાગડાએ પિતાનું પેટ ભરે છે. તેટલાથી જીવનની કઈ વિશેષતા નથી. શક્તિ મુજબ. જીવનમાં પરમાર્થનાં કાર્યો કરવા તેમાં જ મનુષ્ય જીવનની ખરી વિશેષતા છે. જે મનુષ્યનાં જીવનમાં વિદ્યા નથી, તપ. નથી, દાન નથી, જ્ઞાન નથી, સદાચાર નથી તેવા મનુષ્યો. મૃત્યુલેકમાં પૃથ્વીને ભારરૂપ છે. ભર્તુહરી લખે છે કેમનુષ્યનાં રૂપમાં પૃથ્વીતલપર હરણુએ ફરે છે. તમારા દુઃખમાં સૌ ભાગીદાર બને તેમ તમે ઈચ્છે છે, તે. તમારે પણ બીજાના દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ. જ્યારે આજે જગતમાં, સુખમાં સૌ સગાં અને દુઃખમાં સૌ આઘા એ ઘાટ દેખાય છે.
એવા પણ તદ્દન દીન-હીનને અશક્ત મનુષ્ય હોય છે કે, જેને ઉપર આભ ને નીચે ધરતી જેવું હોય છે. શરીરથી તદ્દન અટકી ગએલાં હોય છે, તેવા મનુષ્યને સહાયરૂપ થવું એ ખરી કારૂણ્ય ભાવના છે. પૈસાની સહાય આપવી હોયતે. સામે પાત્ર પણ જેવું પડે. દુઃખીને જોઈને દયા આવવાથી તમે પાંચ પચ્ચીસ રૂપિયા આપી પણ દો. પણ તે પૈસાને કેટલાકે દુરુપયોગ પણ કરતા હોય છે. વ્યસનાદિ પિષવામાં