________________
૪૭ ]
રસાધિરાજ
સમજાય તેવું નથી. ભગવાન તે ભાવદયાના સાગર હતા. જે ઉપસર્ગોની વાત સાંભળીને આપણું ગાત્રો કંપી ઉઠે તેવા એકી સાથે વીશ વીશ ઉપસર્ગો કરનાર સંગમ જેવાની પણ તેમણે દયા ચિંતવી છે. દરેકને સાચો રાહ બતાવનારા હતા. મહાપુરૂષેનું કામ રસ્તે બતાવવાનું છે, પછી એ રસ્તે ચાલવાનું જીવને પિતાને છે. પુરૂષાર્થ કરીને કર્મો પણ જીવને પોતાને જ ખપાવવાના છે, અને જીવન મેક્ષ પણ પિતાના પુરૂષાર્થથી જ થવાને છે. જીવને પિતાને સાચે રસ્તે પુરૂષાર્થ નહીં હોય તે તેને ભગવાન પણ ઉંચકીને મેશે લઈ જતા નથી. બાકી ભગવાનને એ આપણાં ઉપર અનંત ઉપકાર છે કે, તેમણે આપણને મેક્ષને સાચે રાહ બતાવ્યું છે. કર્મોના બંધન તેડીને જન્મ-મરણના ફેરામાંથી છુટવાની તેમણે આપણને કેડી બતાવી દીધી છે. તેમણે બતાવેલા રસ્તે આપણે ન ચાલીએ તે તેઓ કેઈને પણ બળાત્કારે ધર્મમાં પ્રવર્તાવતા નથી. ભગવાનની કરૂણું તે બધા જ પર સરખી હોય છે. જીવ આરાધક ભાવમાં આવે તે તરી જાય છે, અને વિરાધક ભાવમાં રહે તે ડુબી જાય છે.
છેલ્લે માધ્યભાવનામાં આવ્યું કે, “મામ સિનુ ચા ' આ ઉપરથી સમજી શકાય છે કે, માનવી સ્વશ્લાઘામાં ઉતરી જાય એ પણ કેવું મોટું પાપ છે. નિંદા પાપ છે એ સૌ સમજી શકે છે, પણ પિતાના મેએ પિતાની પ્રસંશા કરવી એ પણ પાપ છે. પ્રસંશા માણસને બહુ મીઠી લાગે છે, પણ તેમાં માનવીને વિકાસ રૂંધાઈ જાય છે, એટલે ફરમાવવું પડ્યું કે, નિર્ભયપણે પાપ આચરનારાઓ, દેવગુરૂને નિદનારાઓ અને સ્વશ્લાઘામાં પડેલાની ઉપેક્ષા કરવી,