________________
૪૯ ]
રસાધિરાજ નૈસર્ગિક વૈર ભાવને પણ ત્યાગ
આ ચારે ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. ભાવનાઓનું ચિંતન એ શાન્તરસની સાધના માટેને સફળ ઉપાય છે.
ચાર ભાવના કે બાર ભાવનાઓનાં ચિંતનથી અંદરનાં રાગ-દ્વેષાદિને ક્ષય થઈ જાય છે, અને રાગ-દ્વેષાદિને ક્ષય થતાં હૃદય સમતારસથી છલકાઈ જાય છે. સમતારસમાં નિમગ્ન બનેલાં સાધુની સમીપમાં નૈસર્ગિક વિર–વિધવાળા પ્રાણીઓ પણ પોતાના વૈર ભાવને પરિત્યાગ કરી દે છે. જેમ ભગવાનનાં સમવસરણમાં સર્પ ને નાળીયે, વાઘ કે હરણ, ગરૂડ કે સર્પ બને અડોઅડ બેસીને ભગવાનની વાણી સુધાનું અમૃતપાન કરતાં હોય છે. બિલાડીની નજદીકમાં ઉંદર આવીને બેસે તે તેને બિલાડી તરફથી લેશ પણ ઉપદ્રવ ન થાય, પાતંજલ યેગ-દર્શનમાં પણ આવે છે કે,
अहिंसो प्रतिष्ठायां तत् सन्निधौ वैरत्याग ! જે મહાપુરૂષોનાં જીવનમાં અહિંસા અને સમભાવની પ્રતિષ્ઠા છે, તેની સમીપમાં પ્રાણુઓ પિતાનાં સ્વાભાવિક વૈરભાવને પણ પરિત્યાગ કરી દે છે. આ “રસાધિરાજને કે અપૂર્વ મહિમા છે. જ્યારે શાન્ત પ્રકૃતિને આપણું નદીમુ આવે ત્યાં ધમધમી ઉઠે. કારણ કે, આપણે જીવનમાં અહિંસા અને સમતાની પ્રતિષ્ઠા કરી નથી.