________________
૨૫ ]
રસાધિરાજ
આરાધનાની બાબતમાં જેટલેા ભાર તિથી–ક્રેન ઉપર દેવાયા છે, તેટલા ભાર્ જો ઉપશમભાવ ઉપર દેવાયા હાત તા શ્રી સંઘમાં કોઈ મતભેદ્યા ઉભા ન થયા હેાત! અને કલિકાલમાં પણ જૈન શાસનનુ સામ્રાજ્ય એક છત્રી પ્રવતુ હોત. વ્યવહારનયની દ્રષ્ટિએ તિથી-દિને આરાધનાની વાત ઘણી જ ઉપયાગી છે, પણ વ્યવહાર નિશ્ચયપૂર્વકનુ હાવુ જોઈએ.
આરાધનાનું વાસ્તવિક ફળ
નિશ્ચયને ભૂલીને વ્યવહારની જ પક્કડ કરવા જતાં અનેક મતભેદ ઉભા થઈ જાય છે, અને જતે દહાડે તે મતભેદો મેટાં વિખવાદનુ રૂપ ધારણ કરી લે છે. પછી તે તેમાંથી રાગ-દ્વેષ એવા ઉભા થઈ જાય છે કે આરાધનાને બદલે ઘેાર વિરાધનામાં પડવાનું થાય છે. માટે ખારસા સૂત્રમાં ભગવાન ભદ્રબાહુસ્વામિના એ પ્રાષ છે કે,
जो उवसमइ तस्स अस्थि आराहणा । जो न उवसमइ तस्स नत्थि आराहणा |
જે ઉપશમે તેને જ આરાધના છે, ખાકી સવત્સરી પ્રતિક્રમણ કર્યાં પછી પણ જો હૃદયને નિઃશલ્ય ન મનાવ્યુ હાય અને કોઈ પણ આત્મા પ્રતિ મનમાં વેરભાવનું શલ્ય રહી ગયું હોય તે એકલું પ્રતિક્રમણ કરવા માત્રથી આરાધના થઈ જતી નથી, તેને દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય, ભાવ પ્રતિક્રમણ તે જો આત્માને વેરભાવથી ઉપશમાવે તે જ કહેવાય ! આપણામાં આજે આરાધના ખુખ વધી છે તેની પાછળ