________________
સાધિરાજ
[ ૨૪
તેને જ આરાધના છે. જે કષાય ભાવથી ન ઉપશમે તેને આરાધના નથી. જેને આરાધના જ નથી તેને કેવલજ્ઞાન કયાંથી પ્રાપ્ત થવાનું છે? પર્યુષણ પર્વમાં ભલે અઠ્ઠાઈને તપ કર્યો હોય, અરે! ભલે માસક્ષમણનું તપ કર્યું હોય છતાં કષાયભાવથી કે વેરભાવથી જે આત્માને ન ઉપશમાવે એટલે કે, કોઈ સાથે મનદુઃખ થયેલું હોય અથવા જે કઈ પ્રતિ હદયમાં વેરભાવ રહી ગએલે હોય તેની સાથે જે ક્ષમાપન ન કરે તે ભગવાને તેને આરાધના કહી નથી અને માસક્ષમણ જેવું દુષ્કર તપ કરેલું હોવા છતાં જે આત્માને કષાયભાવથી ઉપશમાવ્યું ન હોય તે ભગવાને તેને આરાધક પણ કહ્યો નથી. આ માર્ગનાં રહસ્યની વાત છે, તેને બરાબર મગજમાં બેસાડી લેજે, અને ભલે તેવું દુષ્કર તપ ન કરેલું હોય, છતાં કષાય ભાવથી કે વેરભાવથી જે આત્માને ઉપશમા હોય તે તેને ભગવાને સાચી આરાધના કરી છે અને ઉપશમી જનારને ભગવાને આરાધક કહ્યો છે.
માર્ગના મર્મની વાત જે કઈ સાથે મનદુઃખ રહયા કરતું હોય તેની સાથે તમારે ક્ષમાપના કરવી જોઈએ, પછી સામે ઉપશમે કે ન ઉપશમે એ સામાની લેગ્યતા ઉપર આધાર રાખે છે. તે જે ઉપશમે છે તે પણ આરાધક છે, નહીં તે તમે તે આરાધક ભાવમાં આવી જ ગયા ! આ જૈનમાર્ગને નિચેડ છે. આ નિચેડ જેના હૃદયમાં છે તેનું હૃદય શાક્તરસથી તરબળ છે. માર્ગની આરાધના કરતાં કરતાં માર્ગના સારને પામી જવાનું છે તે વિના ઉદ્ધાર છે જ નહીં.