________________
૨૩ ]
રસાધિરાજ પર સંપૂર્ણ વિજ્ય મેળવી લીધું હતું, અને અંદરનાં અધ્યવસાય તેમનાં એટલાં બધાં સુવિશુદ્ધ થઈ ગયેલ હતા કે, તેમના પાત્રમાં થુંકનાર સાધુ ઉપર પણ તેમણે ગુસસે કર્યો નથી ! ભલે તેમનામાં બાહ્યતપ નહોતું પણ બાહ્યતમ કરીને જે કાંઈ મેળવવાનું હોય છે તે તેઓ મેળવી ચૂક્યા હતા ! અસંખ્ય વેગ મેક્ષનાં કહ્યાં છે અને એક એક યોગનાં આલંબને અનંત આત્માએ મોક્ષપદને પામ્યા છે. અસંખ્ય યોગમાંથી કઈ પણ યોગનું આલંબન લેવામાં આવે. પણ તેનું આખરી મુખ્ય ફળ તે અત્યંતર વિશુદ્ધિ જ છે.
સે ટચનું સોનું સંપૂર્ણ શુદ્ધ કહેવાય. અથવા સેલવલું સુવર્ણ સંપૂર્ણ શુદ્ધ કહેવાય. તેમ આત્મામાં કષાયને એક કણ પણ ન રહે હય, અથવા પરમાં એક પરમાણું એટલે પણ રાગ જ્યારે ન રહયે હેય તેને સંપૂર્ણ વિશુદ્ધિ કહેવામાં આવે છે. શરીરમાંથી રે નાબુદ થતાં જાય તેમ તંદુરસ્તી વધતી જાય છે, તેમ આત્મામાંથી જેમ દેષે નાબુદ થતાં જાય તેમ વિશુદ્ધિનું પ્રમાણ વધતું જાય છે, અને બધા દેશે જ્યારે નાબુદ થઈ જાય અને જીવ તેરમે ગુણસ્થાનકે કેવલજ્ઞાન પામી જાય એટલે તે વિશુદ્ધિનું પ્રમાણ પરાકાષ્ટાએ પહોંચ્યું કહેવાય.
ઊપશમે તેને જ આરાધના આપણું મૂળ વાત ઉપશમ ભાવ ઉપરની હતી. ઉપશમભાવનાં બળે જ કુરગડું મહર્ષિ કેવલજ્ઞાન પામ્યા છે. જેટલાં આત્માઓ કેવલજ્ઞાન પામ્યા છે, પામી રહ્યા છે અને પામશે તે ઉપશમભાવનાં બળેજ. કષાયભાવથી જે ઉપશમે