________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
[ ભગવાનશ્રીકુંદકુંદ
अन्तरेण वस्तु परिणामोऽपि न सत्तामालम्बते । स्वाश्रयभूतस्य वस्तुनोऽभावे निराश्रयस्य परिणामस्य शून्यत्वप्रसङ्गात्। वस्तु पुनरूर्द्धतासामान्यलक्षणे द्रव्ये सहभाविविशेषलक्षणेषु गुणेषु क्रमभाविविशेषलक्षणेषु पर्यायेषु व्यवस्थितमुत्पादव्ययध्रौव्यमयास्तित्वेन निर्वर्तितनिर्वृत्तिमच्च । अतः परिणामस्वभावमेव।। १० ।।
પ્રવચનસાર
सिद्धरूपः पर्यायश्च, इत्युक्तलक्षणेषु द्रव्यगुणपर्यायेषु तिष्टतीति द्रव्यगुणपर्यायस्थो भवति । स कः कर्ता । अत्थो परमात्मपदार्थः, सुवर्णद्रव्यपीतत्वादिगुणकुण्डलादिपर्यायस्थसुवर्णपदार्थवत्। पुनश्च किंरूपः। अत्थित्तणिव्वत्तो शुद्धद्रव्यगुणपर्यायाधारभूतं यच्छुद्धास्तित्वं तेन निर्वृत्तोऽस्तित्वनिर्वृत्तः, सुवर्णद्रव्यगुणपर्यायास्तित्वनिर्वृत्तसुवर्णपदार्थवदिति । अयमत्र तात्पर्यार्थः। यथा-मुक्तजीवे द्रव्यगुणपर्यायत्रयं परस्पराविनाभूतं दर्शितं तथा संसारिजीवेऽपि मतिज्ञानादिविभावगुणेषु नरनारकादिविभावपर्यायेषु नयविभागेन यथासंभवं विज्ञेयम्, तथैव पुद्गलादिष्वपि । एवं शुभाशुभशुद्धपरिणामव्याख्यानमुख्यत्वेन तृतीयस्थले गाथाद्वयं गतम्।। ૬૦|| अथ वीतराग
सरागचारित्रसंज्ञोः शुद्धशुभोपयोगपरिणामयोः
વગેરેના (દૂધ, દહીં આદિ) પરિણામો સાથે વિરોધ આવે છે. (જેમ પરિણામ વિના વસ્તુ હયાતી ધરતી નથી તેમ ) વસ્તુ વિના પરિણામ પણ હયાતી ધરતા નથી, કારણ કે સ્વ-આશ્રયભૂત વસ્તુના અભાવમાં ( અર્થાત્ પોતાને આશ્રયરૂપ જે વસ્તુ તે ન હોય તો) નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ આવે છે.
વળી વસ્તુ તો ઊદ્ભવતાસામાન્યસ્વરૂપ દ્રવ્યમાં, સભાવી વિશેષસ્વરૂપ (સાથે સાથે રહેનારા વિશેષો–ભેદો જેમનું સ્વરૂપ છે એવા ) ગુણોમાં અને ક્રમભાવી વિશેષસ્વરૂપ પર્યાયોમાં રહેલી અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય અસ્તિત્વથી બનેલી છે; માટે વસ્તુ પરિણામસ્વભાવવાળી જ છે.
ભાવાર્થ:- જ્યાં જ્યાં વસ્તું જોવામાં આવે છે ત્યાં ત્યાં પરિણામ જોવામાં આવે છે; જેમ કેગોરસ તેના દૂધ, દહીં, ઘી, છાશ વગેરે પરિણામ સહિત જ જોવામાં આવે છે. જ્યાં પરિણામ નથી ત્યાં વસ્તુ પણ નથી; જેમ કે-કાળાશ, સુંવાળપ વગેરે પરિણામ નથી તો ગધેડાના શિંગડારૂપ વસ્તુ પણ નથી. માટે સિદ્ધ થયું કે વસ્તુ પરિણામ વિના હોતી જ નથી. જેમ વસ્તુ પરિણામ વિના હોતી નથી તેમ પરિણામ પણ વસ્તુ વિના હોતા નથી; કારણ કે વસ્તુરૂપ આશ્રય વિના પરિણામ કોના આધારે રહે? ગોરસરૂપ આશ્રય વિના દૂધ, દહીં વગેરે પરિણામ કોના આધારે થાય?
૧. જો વસ્તુને પરિણામ વિનાની માનવામાં આવે તો ગોરસ વગેરે વસ્તુઓના દૂધ, દહીં આદિ પરિણામો પ્રત્યક્ષ દેખાય છે તેની સાથે વિરોધ આવે.
૨. કાળની અપેક્ષાએ ટકવું તેને અર્થાત્ કાળ-અપેક્ષિત પ્રવાહને ઊંચાઈ અથવા ઊદ્ભવતા કહેવામાં આવે છે. ઊદ્ભુતાસામાન્ય અર્થાત્ અનાદિ-અનંત ઊંચો (કાળ-અપેક્ષિત) પ્રવાસામાન્ય તે દ્રવ્ય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com