________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१४
પ્રવચનસાર
[ भगवान श्रीकुंडूं
यदाऽयमात्मा शुभेनाशुभेन वा रागभावेन परिणमति तदा जपातापिच्छरागपरिणतस्फटिकवत् परिणामस्वभावः सन् शुभोऽशुभश्च भवति। यदा पुनः शुद्धनारागभावेन परिणमति तदा शुद्धारागपरिणतस्फटिकवत्परिणामस्वभावः सन् शुद्धो भवतीति सिद्धं जीवस्य शुभाशुभशुद्धत्वम्।।९।।
कथंभूतः सन्। परिणामसब्भावो परिणामसद्भावः सन्निति। तद्यथा-यथा स्फटिकमणिविशेषो निलोऽपि जपापुष्पादिरक्तकृष्णश्वेतोपाधिवशेन रक्तकृष्णश्वेतवर्णो भवति, तथाऽयं जीवः स्वभावेन शुद्धबुद्धकस्वरूपोऽपि व्यवहारेण गृहस्थापेक्षया यथासंभवं सरागसम्यक्त्वपूर्वकदानपूजादिशुभानुष्ठानेन, तपोधनापेक्षया तु मूलोत्तरगुणादिशुभानुष्ठानेन परिणतः शुभो ज्ञातव्य इति। मिथ्यात्वाविरतिप्रमादकषाययोगपञ्चप्रत्ययरूपाशुभोपयोगेनाशुभो विज्ञेयः। निश्चयरत्नत्रयात्मकशुद्धोपयोगेन परिणतः शुद्धो ज्ञातव्य इति। किंच जीवस्यासंख्येयलोकमात्रपरिणामाः सिद्धान्ते मध्यमप्रतिपत्त्या भिथ्यादृष्ट्यादिचतुर्दशगुणस्थानरूपेण कथिताः। अत्र प्राभृतशास्त्रे तान्येव गुणस्थानानि संक्षेपेणाशुभशुभशुद्धोपयोगरूपेण कथितानि। कथमिति चेत्--मिथ्यात्वसासादनमिश्रगुणस्थानत्रये तारतम्येनाशुभोपयोगः, तदनन्तरमसंयतसम्यग्दृष्टिदेशविरत-प्रमत्तसंयतगुणस्थानत्रये तारतम्येन शुभोपयोगः, तदनन्तरमप्रमत्तादिक्षीणकषायान्त-गुणस्थानषट्के तारतम्येन शुद्धोपयोगः, तदनन्तरं सयोग्ययोगिजिनगुणस्थानद्वये शुद्धोपयोगफलमिति भावार्थः।। ९ ।।
ટીકાઃ- જ્યારે આ આત્મા શુભ કે અશુભ રાગભાવે પરિણમે છે ત્યારે જાસુદપુષ્પના કે તમાલપુષ્પના (લાલ કે કાળા) રંગે પરિણમેલા સ્ફટિકની જેમ, પરિણામસ્વભાવી હોવાથી શુભ કે અશુભ થાય છે (અર્થાત્ તે વખતે આત્મા પોતે જ શુભ કે અશુભ છે); અને જ્યારે શુદ્ધ અરાગભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ અરંગે (રંગરહિતપણે ) પરિણમેલા સ્ફટિકની જેમ, પરિણામસ્વભાવી હોવાથી, શુદ્ધ થાય છે (અર્થાત તે વખતે આત્મા પોતે જ શુદ્ધ છે). એ રીતે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું સિદ્ધ થયું.
ભાવાર્થ:- આત્મા સર્વથા કૂટસ્થ નથી, પણ ટકીને પરિણમવું તેનો સ્વભાવ છે; તેથી જેવા જેવા ભાવે તે પરિણમે છે તેવો તેવો તે પોતે થઈ જાય છે. જેમ સ્ફટિકમણિ સ્વભાવે નિર્મળ હોવા છતાં જ્યારે લાલ કે કાળા ફૂલના સંયોગનિમિત્તે પરિણમે છે ત્યારે લાલ કે કાળો પોતે જ થાય છે, તેમ આત્મા સ્વભાવે શુદ્ધબુદ્ધ-એકસ્વરૂપી હોવા છતાં વ્યવહારે જ્યારે ગૃહસ્થદશામાં સમ્યકત્વપૂર્વક દાનપૂજાદિ શુભ અનુષ્ઠાનરૂપ શુભોપયોગ અને મુનિદશામાં મૂળ ગુણ તથા ઉત્તર ગુણ વગેરે શુભ અનુષ્ઠાનરૂપ શુભોપયોગે પરિણમે છે ત્યારે પોતે જ શુભ થાય છે, અને મિથ્યાત્વાદિ પાંચ પ્રત્યયરૂપ અશુભોપયોગે પરિણમે છે ત્યારે પોતે જ અશુભ થાય છે. વળી જેમ સ્ફટિકમણિ પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે તેમ આત્મા પણ નિશ્ચયરત્નત્રયાત્મક શુદ્ધોપયોગ પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com