________________
૨૫ પરસ્પર સંયોગથી મળેલા જીવ છે. ઉપરના બધા જ કથન ઉચિત નથી, કારણ કે આઠેય પ્રકારના કર્મના દુઃખના હેતુ અને પુદ્ગલમય છે અને અધ્યવસનાદિભાવ પણ પુદ્ગલથી ઉત્પન્ન થયા હોવાથી પુદ્ગલસ્વરૂપ છે. એટલે એ જીવ થઇ શકતા નથી.
શાસ્ત્રોમાં આ ભાવોને વ્યવહારથી આત્માના કહે છે, નિશ્ચયથી નહિ. નિશ્ચયનયથી જીવના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી; શરીર, સંસ્થાન, સંહનન નથી, રાગ-દ્વેષ-મોહ નથી; પ્રત્યય, કર્મ, નોકર્મ નથી, વર્ગ, વર્ગણા સ્પર્ધક નથી, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન નથી; માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન નથી અને જીવના જીવસ્થાન કે ગુણસ્થાન નથી કારણ કે આ બધા પુદ્ગલના પરિણામ છે.
ઉક્ત વર્ણાદિથી લઈને ગુણસ્થાન પર્યત ભાવોને જીવ સાથે સંયોગ સંબંધ છે, એટલે એને વ્યવહારથી જીવ કહેવામાં આવે છે પરંતુ નિશ્ચયથી એ જીવમાં નથી, કારણ કે ઉક્ત સમસ્ત ભાવ ઉપયોગગુણથી રહિત છે અને જીવ ઉપયોગગુણમય છે.
વર્ણાદિભાવોને જીવની સાથે તાદાત્મ સંબંધ પણ નથી, કારણ કે આ ભાવો સંસાર સ્થિત જીવોના જ હોય છે, મુક્ત જીવોના નહિ. જો એનામાં તાદાત્મ સંબંધ માનવામાં આવે તો જીવ-અજીવનો ભેદ નહિ રહે અને આવી સ્થિતિમાં સંસાર-સ્થિત જીવ રૂપત્રમય થઈ જશે. રૂપ– પુદ્ગલનું લક્ષણ છે, એટલે પુદ્ગલદ્રવ્ય પછી જીવ કહેવાશે. આવું થવાથી મોક્ષ પણ પુદ્ગલનું જ થશે, જીવનું નહિ અને મોક્ષ થવાથી પુદ્ગલ જ જીવત્વને પ્રાપ્ત થયું કહેવાશે. એટલે વર્ણાદિભાવોનો જીવની સાથે તાદાત્મ સંબંધ નથી. જીવતો અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અનિર્દિષ્ટસંસ્થાન, અશબ્દ, અલિંગગ્રહણ અને ચેતનામય
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે આત્મામાં ઉત્પન્ન થવાવાળા આત્માના વિભાવભાવોને અજીવ સિદ્ધ કરવા આ અધિકારનું મૂળ કેન્દ્રબિંદુ છે. કર્તા-કર્મ અધિકાર : આ અધિકારમાં જીવ-અજીવનું સ્વરૂપ જ કર્તા-કર્મની મુખ્યતાથી વર્ણવામાં આવ્યું છે, જેમાં અજ્ઞાની જીવની કર્તા-કર્મ સંબંધી ભ્રાંતિઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને કર્તા-કર્મનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
જ્યાં સુધી આ જીવ આત્મા અને આસ્રવના ભેદને જાણતો નથી ત્યાં સુધી એની ક્રોધાદિઆસવોમાં પ્રવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ જીવના કર્મબંધનનું મૂળ હેતુ છે. જ્યારે આ જીવ આત્મા અને આસવના ભેદને જાણે છે ત્યારે તેને બંધ થતો નથી. આ પ્રકારે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે કારણ કે
જ્યારે આ જીવ આસવોને અશુચિ, અધુવ, અનિત્ય, અશરણ, સ્વભાવથી વિપરીત, દુઃખરૂપ અને દુઃખનું કારણ જાણે છે, ત્યારે તે તેનાથી નિવૃત્ત થાય છે.