________________
સૂરિશેખર ઇમારતના સુખને કલ્પી રહ્યા હતા. વિદ્યાભ્યાસીઓ પ્રાતઃસમયની મધુરી અને લહેજતદાર ઉમાપ્રાપક શીતળતાના સહકારથી અભ્યાસમાં વિશેષ વિશેષ ઉઘુક્ત બની રહ્યા હતા, યોગીજને સ્વદષ્ટિને નાસિકાના અગ્રભાગ ૫ર સ્થાપન કરી પરમબ્રહ્મને દેખવા એકાકાર બની રહ્યા હતા. કઈ યતિજને પ્રાણાયામ અને ઉત્કટ આસન દ્વારા દઢ બની ઇકિયેના દમનપૂર્વક સ્વબ્રહ્મરદ્ધને પૂર્ણ આનંદને અનુભવ આપી રહ્યા હતા.
આવો અનેકને ઈષ્ટસાધક શીતકાળ (Winter season) સર્વ પ્રિયતાને મેળવી ર હતું, શીશીરને સમીર (Wind) વીરવર્ગને ધીરતા આપી રહ્યા હતા, સહાગણું મોતીબાઈના ગર્ભાધાનને પણ અવધિ થતાં, ત્યાં પરિપૂર્ણ નસાંગણના વિશાળ ચોગાનમાં ઝગમગતી અને વિશદ કિરણાઓના બહાનાથી ઝુલતી તારલીકાઓ અવનવા અભિનવ પૂર્વક નૃત્ય–તાંડવ કરી રહી હતી.
બારસને ઉજજવલ સુધાંશુ (moon) ભેદભાવને ભૂલી પરેપકારના પરમ સિદ્ધાંતને જાણે પાલન ન કરતો હોય તેમ સુધા કરતા કિરણને પૃથ્વી પર પાથરી પ્રત્યેક પ્રાણીઓને આનંદસરમાં સરકાવતા હતા, તેજ દ્વાદશીને દીપતે શશી શીત કિરણોરૂપી ચંદ્રહાસના કરા આખા દિવસના કાર્ય વ્યવસાયથી પરિશ્રમિત થયેલા માનવ વર્ગને ભરી ભરીને પ્રેમ પાન કરાવી રહ્યા હતા. તેવી જ રીતે
મોતી” નામને યથાર્થ કરનાર “મોતીબાઈ” પણ પોતાના ગૃહાંગણની ઓસરીમાં ઉદારતાથી અપાતા તે શીત કિરણની ખીલતી જતી ચમકતી ચાંદણુના ચંદ્રહાસને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પી આનંદ માની રહ્યા હતા. તે રાત્રિ વિક્રમ સંવત ૧૯૪૦ ના પેસ સુદી બારસની હતી, એ રઢીયાળી રાત્રીને આસરે આઠેક વાગ્યાને સુમાર હતા. તે અવસરે ચંદ્ર કૌમુદિથી અજવાળાયેલી ગૃહાંગણની ઓસરી ઉપર નિરાબાધપણે મેતીબાઇની કુક્ષીરૂપી માન સરોવરમાં સુસ્વમથી સૂચિત હંસ સમાન એક પુત્રરત્નને જન્મ થયો.