________________
૨૪)
કવિકુલકરીટ
આખાદીથી અટકળી રોકાય છે, ધર્મનિષ્ઠ ભોળા ભાળા મોતીબાઇની કુક્ષિરૂપ માનસ સરોવરમાં એક હઁસ સમાન ઉત્તમ જીવ જ્યારથી ગર્ભ પણે અવતર્યો ત્યારથી મેાતીબાઇની ધમ ભાવનાઓ, ધર્માનુષ્ઠાના આચારવાની પ્રવૃત્તિઓ વિશેષ વધતી ગઈ. જીવજીવન આધાર ભવસાગર તારણહાર ગુણગણુના આગાર દુઃખી જીવનના ઠારણહાર શ્રી પદ્મપ્રભુ ભગવાનનું જિનાલય ધરની સન્મુખજ હાવાથી અને ગર્ભમાં રહેલ ઉત્તમ આત્માના સંસ્કારથી મેાતીખાઈને પુનઃ પુનઃ પ્રભુ સન્મુખ જઈ સ્તવના કરવાની, પૂજન કરવાની તેમજ ભક્તિ કરવાની ભાવનાઓ જાગૃત થતી અને તે તે ભાવનાએને ઘરના તમામ કામકાજથી નિવૃત્ત થઈ તુરતજ સફળ કરતા, કેમકે તે સમજતાં હતા કે ધર્માંની ભાવના અને પ્રસંગો બહુજ દાહિલા હોય છે. અનાયાસે તે સુઅવસર પ્રાપ્ત થતાં કચે સજ્જન વિલંબ કરે ? શ્રેયઃ પંથના સાધન રૂપ માની ધ પ્રવૃત્તિ આદરવાની જે જે જિજ્ઞાસાએ પેદા થતી, ભલે તેમાં દ્રવ્યને વ્યય થતો હોય ભલે ગૃહકાર્યોમાં ઉણપ રહેતી હાય છતાંય પુણ્યવત પિતાંબર શેઠ તેની દરકાર રાખ્યા સિવાય તે તે જીજ્ઞાસાને અવિલ એ ફળવતી બનાવતા.
માતાના મનારથા સ¥ળ થતા જતા હતા. દિવસે આનંદની અનુપમ લહેરીઓથી, ધમ ક્રિયાએથી, પ્રભુ સ્તવનાઓથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા, સાંસારિક સંયેાગા પણ અનુકુળ થતા જતા હતા તેઓના દિલમાં પુણ્યાત્માના ગર્ભમાં આગમન પછી કદીયે ચિંતાને સ્થાન મળતું નહતું. સ્વજના તેની સુશ્રુષામાં ઉલ્લાસથી તૈયાર રહેતા.
આ સમય પે।સમાસના હતા, આછી આછી શીતળતા જનતાના અંગોપાંગને સંકાચિત બનાવી રહી હતી. વિહં’ગમે। સ્વજીવન આગામી કડતી ઠંડીના ભાગરૂપ ન બને તે ખાતર સધન વિવિધ માળાઓને, ફાઇ તે વૃક્ષના કાટરામાં કાઈ તો ગૃહના વિવરામાં, રચી તેમાં માટી