Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શ્રુત, ચિંતા અને ભાવનાથી આત્માને પરિકર્મિત બનાવવાનો છે. ભાવનાજ્ઞાનવાળો ચારિત્રવાનું જ હોય, તે તત્ત્વ સંવેદન પામેલો જ હોય.
શ્રુતજ્ઞાન : સામાન્ય શબ્દ જ્ઞાન.
ચિંતાજ્ઞાન : ટીકા-નિર્યુક્તિ-ચૂર્ણિ આદિ દ્વારા વિશિષ્ટ અર્થનું જ્ઞાન. જેમણે અર્થ (ટીકા)નો નિષેધ કર્યો તેમણે ભગવાનને જ ખોયા. કારણકે ભગવાન સ્વયં અર્થથી જ દેશના આપે છે.
ભાવનાજ્ઞાન : હૃદયમાં તેને ભાવિત બનાવવું તે. » જીવ નવિ પુષ્યલી.
સુમતિનાથ ભગવાનના દેવચકૃત સ્તવનની આ ગાથા છે. મારે તો આ સ્તવનો નાનપણમાં જ કંઠસ્થ થઈ ગયેલા. ભગવતીના પાઠો તો ક્યાં યાદ રહે ? પણ આ કડી તો મનમાં ૨મ્યા જ કરે.
જો શરીરનું પુદ્ગલપણું ધ્યાનમાં ન રહે, જરા પ્રમાદ થઈ જાય તો મોહ હુમલો કરતાં ડરે નહિ.
નાનપણમાં કંઠસ્થ કરેલી આ કૃતિઓ આજે મારા માટે મૂલ્યવાન બની ગઈ છે. જેમ કોઈ ગૃહસ્થને સસ્તા ભાવે – ખરીદેલું સોનું આજે મૂલ્યવાન બની જાય !
પૂ. હરિભદ્રસૂરિજીએ અહીં દરેક પદમાં અન્ય મતોનું નિરસન કર્યું છે, તેનું કારણ એ છે : જૈનેતરો તરફથી જૈનો પર આક્ષેપો થયેલા હતા. એ આક્ષેપોનું નિરસન જરૂરી હતું. વળી, હરિભદ્રસૂરિ ગૃહસ્થપણાથી જ ચૌદેય વિદ્યાના પારગામી વિદ્વાન હતા. એટલે એમની સામે તે યુગના બધા જ મતો રમી રહ્યા હોય. આથી એકેક પદમાં અન્ય-અન્ય મતનું સહજ રીતે જ નિરસન થતું રહે છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * *
*
*
*
*
*
* *
*
*
*
* ૧૧