________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૮
હતું, તે દસ વર્ષ પછીની સને ૧૯૬૧ની વસ્તીગણતરીમાં પણ એ પ્રમાણે રહ્યું જ (દર એક હજારે પાંચ જેટલું જ) જળવાઈ રહ્યું છે.
(તા. ૨૫-૫-૧૯૬૩) આ સ્થિતિ અમને, લાંબા ભવિષ્યની દૃષ્ટિએ, ભારે ચિંતાજનક લાગી છે, અને તેથી ભૂતકાળની ભૂલોનો ઇતિહાસ શોધીને – એટલે કે આપણી જે-જે ભૂલો જૈનોના સંખ્યાબળમાં ઘટાડો કરવા માટે જવાબદાર હોય તેની તપાસ કરીને – ભવિષ્યમાં એવી ભૂલોનું પુનરાવર્તન ન થાય અને અત્યારે આપણું જે કંઈ સંખ્યાબળ બાકી રહ્યું છે, તેમાં કદાચ આપણે વધારો ન કરી શકીએ તો પણ, એમાં રજમાત્ર પણ ઘટાડો ન થાય એ માટે સમસ્ત જૈન સંઘે ખૂબ સાવચેત થવાની જરૂ૨ છે. જો હજી ય આપણે નહિ ચેતીએ અને એ જૂનાપુરાણા ભૂલભરેલા રાહે જ ચાલ્યા કરીશું, તો આપણું રહ્યુંસહ્યું સંખ્યાબળ પણ કાળદેવતાનો ભક્ષ્ય બની જતાં વાર નહિ લાગે. અને જો ધર્મના અનુયાયીઓ જ નહિ હોય, તો પછી, જેને આપણે “પ્રાણથી પ્યારો” કહેવામાં થાકતા નથી એ આપણો ધર્મ ક્યાં રહેવાનો ? “ધર્મી ન હોય તો ધર્મ આધારશૂન્ય બની જાય’’ (ન ધર્મો ધાર્મિવિના) એ સમજી શકાય એવી બીના છે. તેથી આપણી સંખ્યામાં જરા પણ ઘટાડો ન થાય; એટલું જ નહીં, પણ જનતાના મન ઉપર જૈનધર્મની ઉત્તમતાની છાપ પડે અને આપણા સંખ્યાબળમાં ધીમે-ધીમે વધારો થતો રહે એવા ઉપાયો યોજવાની ખાસ જરૂર છે.
મ
દેશ અને દુનિયાના વિચારપ્રવાહો ઝડપભેર પલટાઈ રહ્યા છે. જેને આપણે ‘નીચલું સ્ત૨’ કહીએ છીએ એ સહિત સમગ્ર પ્રજામાં પોતાના અધિકારોનાં શોધ, સંરક્ષણ અને ઉપયોગ કરવાની રાજકારણી સૂઝ ત્વરિત ગતિએ પ્રસરવા લાગી છે, અને રાજકારણનો માર્ગ આર્થિક અને સામાજિક સમાનતા તરફ વળાંક લઈ રહ્યો છે. આ સ્થિતિને સારી માનીને માત્ર તેની પ્રશંસામાં પડી જવું કે ખરાબ માનીને કેવળ એની નિંદા કર્યા કરવી અને સમયને દોષ દીધા કરવો એ પ્રગતિ સાધવાનો ખરો માર્ગ ન ગણાય. ખરી રીતે તો એમાંથી કર્તવ્યનો જે સાદ સંભળાતો હોય તેને કાને ધરીને એ કર્તવ્ય બજાવવામાં સમગ્ર પુરુષાર્થને લગાડી દેવો જોઈએ. આ દૃષ્ટિએ પચાસ કે સો વર્ષ પછીના ભવિષ્યનો વિચાર કરીને જૈન સંસ્કૃતિ, જૈન ધર્મ અને જૈન સંઘને ટકાવી રાખવા માટે આપણું સંખ્યાબળ વધારવાની કેટલી જરૂર છે એ ત૨ફ અમે જૈન સમાજના નાના-મોટા, પ્રાચીન-અર્વાચીન બધા ય ફિરકાઓના સાધુઓ, આગેવાનો અને વિચારકોનું તેમ જ સમગ્ર જૈનસંઘનું ધ્યાન દોરવાની જરૂર સમજીએ છીએ.
દેશ અને દુનિયાના રાજકારણનો પ્રવાહ જે વળાંક લઈ ચૂક્યો છે અને કેટલેક સ્થળે હજુ જે વળાંક લઈ રહ્યો છે, તે દૃષ્ટિએ જોતાં વસ્તી-ગણતરીનું ભારે મહત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org