________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫
षेवणरूपत्वे च तेनोपशान्तमोहस्यापि यथाख्यातचारित्रस्य निर्ग्रन्थत्वस्य च विलोपप्रसङ्गस्य वज्रलेपत्वात् । ‘परिहारविसुद्धियसंजए पुच्छा, गो. णो पडिसेवए होज्जा अपडिसेवए होज्जा । एवं जाव अहक्खायસંખ' (મ. શ. ૨૫ ૩. ૬) ‘સાયસીને ન પુચ્છા, નો. જો ડિસેવ હોન્ના, અડિસેવ ઢોખ્ખા, વં णिग्गंथेवि, एवं सिणाए वि ।।' (भ. श. २५ उ. ७) इत्याद्यागमेनप्रतिषिद्धप्रतिषेवणस्योपरितनचारित्रनिर्ग्रन्थत्रयविरोधिताप्रतिपादनात् । 'प्रति = संयमप्रतिकूलार्थस्य संज्वलनकषायोदयात् सेवकः प्रतिषेवकः ' इति प्रतिषेवणाद्वारे व्याख्यानात् प्रतिषेवणाविशेषेणैव यथाख्यातचारित्रादिविरोधव्यवस्थितेः अनाभोगजद्रव्यहिंसायाः प्रतिषिद्धप्रतिषेवणरूपत्वे उपशान्तमोहवृत्तित्वे च न बाधकमिति चेत् ? न,
૧૮
(પ્રતિષિદ્ધની પ્રતિસેવા યથાખ્યાત ચારિત્ર અને નિગ્રન્થત્વની લોપક જ હોય - ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષ : આ તમારો પૂર્વપક્ષ ખોટો છે, કારણ કે દ્રવ્યવધ જો ગર્હણીય હોય અને પ્રતિષિદ્ધના પ્રતિસેવનરૂપ હોય તો તેનાથી ઉપશાન્તમોહી જીવના પણ યથાખ્યાત ચારિત્રનો અને નિર્પ્રન્થત્વનો વિલોપ થવાની આપત્તિ વજ્રલેપની જેમ ઊભી જ રહે છે. અર્થાત્ જેવી તેવી દલીલથી એ આપત્તિ ઉખડી શકે એવી નથી. કેમ કે ભગવતીસૂત્ર (શ. ૨૫, ઉ. ૬)માં જે કહ્યું છે કે “પરિહારવિશુદ્ધિક સંયત અંગે પૃચ્છા, ગૌતમ ! પ્રતિસેવક ન હોય, અપ્રતિસેવક હોય એમ યથાખ્યાત સંયત સુધી જાણવું.” તેનાથી પ્રતિષિદ્ધ પ્રતિસેવનને ઉપલા ત્રણ ચારિત્રનો વિરોધી જણાવ્યો છે. તેમજ તે (ઉ. ૭)માં જે કહ્યું છે કે “કષાયકુશીલ અંગે પૃચ્છા, ગૌતમ ! પ્રતિસેવક ન હોય, અપ્રતિસેવક હોય, એમ નિર્પ્રન્થ અને સ્નાતક અંગે પણ જાણવું” તેનાથી પ્રતિષિદ્ધ પ્રતિસેવનને ઉપરના નિગ્રન્થાદિ ત્રણ સંયતના વિરોધી તરીકે જણાવ્યું છે.
પૂર્વપક્ષ ઃ પ્રતિસેવનાદ્વારમાં પ્રતિસેવકની વ્યાખ્યા એવી કરી છે કે ‘સંયમને પ્રતિકૂલ ચીજને સંજવલનકષાયના ઉદયના કારણે સેવે (આચરે) તે પ્રતિસેવક.' આ વ્યાખ્યા પરથી જણાય છે કે સંજ્વલનકષાયોદયથી થતી સંયમને પ્રતિકૂલ ચીજની સેવના રૂપ વિશેષ પ્રકારની પ્રતિસેવના જ જીવને પ્રતિસેવક બનાવે છે. અને તેથી ભગવતીના ઉક્તસૂત્ર પરથી તેવી વિશિષ્ટ પ્રતિસેવનાનો જ યથાખ્યાત ચારિત્રાદિ સાથે વિરોધ સિદ્ધ થાય છે, દરેક પ્રતિસેવનાનો નહિ, તેથી તેવા કષાયોદય વિના જ અનાભોગથી જ જે દ્રવ્યહિંસા થઈ જાય છે. તે નિર્બાધપણે સામાન્યથી પ્રતિષિદ્ધની પ્રતિસેવના રૂપ પણ છે જ, અને એ ઉપશાન્તમોહી જીવમાં નિર્બાધપણે હોય પણ છે જ, કારણ કે તે દ્રવ્યહિંસા વિશિષ્ટ પ્રતિસેવનારૂપ ન હોવાથી યથાખ્યાતચારિત્રાદિની વિરોધી નથી.
(અનાભોગજન્ય પ્રતિસેવા પણ પ્રતિસેવના જ છે)
ઉત્તરપક્ષ : આ વાત બરાબર નથી, કારણ કે અનાભોગજન્ય પ્રતિસેવનાને પણ ‘પ્રતિષેવા’
१. परिहारविशुद्धिकसंयते पृच्छा, गौतम ! न प्रतिषेवको भवेत्, अप्रतिषेवको भवेद् एवं यावद्यथाख्यातसंयते ॥
૨. વાયવુશીતે પૃચ્છા, નો પ્રતિષેવો ભવેત્, અપ્રતિષેવો ભવેત્ ર્વ નિર્પ્રન્થેપિ, વં સ્નાતઽપિ