________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ निशाहिण्डनभेषजग्रहणादिप्रवृत्तेः श्रवणाद् । 'अपवादतोऽप्रतिषिद्धत्वज्ञानात् तद्दर्शने न छद्मस्थानामतिप्रसङ्गः ' इत्युक्तौ च सिद्धाऽनायासेनैव भगवतोऽपवादप्रवृत्तिः । तस्मादुन्नतनिम्नदृष्टान्तप्रदर्शितपरस्परप्रतियोगिकप्रकर्षापकर्षशालिगुणोपहितक्रियारूपोत्सर्गापवादाभावेऽपि साधुसमानधर्मतावचनाद् भगवति सूत्रोदितक्रियाविशेषरूपयोस्तयोर्यथोचिततया संभवोऽविरुद्ध इति युक्तं पश्यामः, तथा च धर्मोपकरणानेषणीयादिविषयप्रवृत्तेर्भगवतः स्वरूपत आपवादिकत्वेन तव मते आभोगेन प्रतिषिद्धविषयप्रवृत्त्युपधानस्य योगाशुभतानियामकत्वात् तया भगवद्योगानामशुभत्वापत्तिर्वज्रलेपायिતૈવ ।
यदि च-'यत्तु श्रुतव्यवहारशुद्धस्याप्यनेषणीयत्वेनाभिधानं तत् श्रुतव्यवस्थामधिकृत्यैवावसातव्यं यथा 'अयं
૪૮
-
આચરણ કર્યું હતું.’ એવી છદ્મસ્થની જાણકારી માત્રથી નહિ, કારણ કે ઉત્સર્ગથી પ્રતિષેધ કરાએલી ચીજ તરીકે છદ્મસ્થને જેની ખબર છે તે રાત્રિવિહાર-ઔષધગ્રહણ વગેરે પ્રવૃત્તિ ભગવાને પણ કરી હતી એવું સાંભળવા મળે જ છે. (એટલે કે છદ્મસ્થોને પણ એ ખબર જ છે) છતાં એટલા માત્રથી કંઈ સાધુઓ નિષ્કારણ રાત્રિવિહારાદિરૂપ અતિપ્રસંગ કરતા નથી. “રાત્રિવિહાર વગેરે અપવાદપદે નિષિદ્ધ નથી’ એવી જાણકારી હોવાના કારણે ભગવાનની તેવી પ્રવૃત્તિ જાણવા છતાં છદ્મસ્થ શિષ્યો તેવો અતિપ્રસંગ કરતા નથી. (એટલે કે છદ્મસ્થ શિષ્યો આવો વિચાર કરે છે કે “એવું પુષ્ટ કારણ ઉપસ્થિત થયું હોય તો રાત્રિવિહારાદિ કરી શકાય, પણ તે સિવાય નહિ.” તેથી તેઓ તેવા કારણ સિવાય આવી પ્રવૃત્તિ કરતા નથી. અને તેવા કારણે જે આવી પ્રવૃત્તિ કરે છે તે તો અતિપ્રસંગરૂપ છે જ નહિ. આ કારણે, જાણકારી હોવા છતાં આવા સ્થળે અતિપ્રસંગ થતો નથી.) આવું જો કહેશો તો તો ભગવાનમાં પણ આપવાદિક પ્રવૃત્તિ હોય છે. એ કોઈપણ જાતની તકલીફ વગર સિદ્ધ થઈ જશે. તેથી, ઉન્નતનિમ્ન દૃષ્ટાન્તથી જે ઉત્સર્ગ-અપવાદ દેખાડ્યા છે તેનો કેવળીમાં અભાવ હોવા છતાં ‘સાધુ સમાન ધર્મ ભગવાનમાં હોય છે’ એવું જે જણાવ્યું છે તેના પરથી લાગે છે કે સૂત્રમાં કહેલ વિશેષ ક્રિયા રૂપ ઉત્સર્ગ-અપવાદનો ભગવાનમાં યથાયોગ્ય રીતે સંભવ હોવો અવિરુદ્ધ છે. માટે ભગવાનની ધર્મોપકરણ-અનેષણીયપિંડાદિ વિષયક પ્રવૃત્તિ સ્વરૂપતઃ આપવાદિક જ હતી. એટલે જ, પ્રતિષિદ્ધવિષયકપ્રવૃત્તિનો આભોગયુક્ત વ્યાપાર યોગને અશુભ કરે છે એવા તમારા મત મુજબ તે પ્રવૃત્તિથી ભગવાનના યોગ અશુભ બનવાની આપત્તિ વજ્રલેપ જેવી જોરદાર ઊભી જ રહે છે.
(કેવલીગૃહીત અનેષણીય પૂર્વાવસ્થાની અપેક્ષાએ જ અનેષણીય - પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ : કેવલી જે શ્રુતવ્યવહારશુદ્ધ અનેષણીયનું પણ ગ્રહણ કરે છે તે વાસ્તવમાં અનેષણીય
૧. જેમ ઉન્નતભૂમિ(ઊંચીભૂમિ) નિમ્નભૂમિ (નીચિભૂમિ)ની અપેક્ષાએ ઉન્નત છે, અને નિમ્નભૂમિ ઉન્નતભૂમિની અપેક્ષાએ નિમ્ન છે. એટલે કે ઉન્નત-નિમ્ન પરસ્પર સાપેક્ષ છે. એ રીતે પરસ્પર સાપેક્ષ હોય એવા ઉત્સર્ગ-અપવાદ તે ઉન્નતનિમ્ન દૃષ્ટાન્ત પ્રદર્શિત ઉત્સર્ગ-અપવાદ કહેવાય છે.