________________
93
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જનજીવવિરાધનાવિચાર सूक्ष्माष्टकयतनाविधानान्यथानुपपत्त्यैव बाधितम् । परिणामशुद्ध्यर्थं तद्, न तु तदाभोगार्थं - इत्येवं तदाभोगापलापे च स्थूलत्रसाभोगाभ्युपगमोऽप्युच्छिद्येत, तत्रापीत्थं वक्तुं शक्यत्वात्, चेष्टालिङ्गाभिव्यक्तेः स्थूलत्रसाभोगोऽभिव्यक्त एव - इति चेत् ? पृथिव्यादिजीवाभोगोऽपि जिनवचनाभिहितलिङ्गादाज्ञाप्रामाण्याद्वा किं नाभिव्यक्तः? व्यक्तीयत्तयाऽनाभोगस्तु मनाक्स्पन्दत्कुन्थुतदनुकारिरजस्त्रुटिपुजेऽपि वक्तुं शक्यते, इति न किञ्चिदेतत् । ततो यतनां कुर्वतामशक्य
મનાય? કેમકે સ્થાવર અને સૂક્ષ્મત્રસ જીવોનો અનાભોગ કેવલજ્ઞાન વિના, આગમમાત્રથી દૂર થઈ શકતો નથી.
ઉત્તરઃ સ્થાવરાદિનો આભોગ જો કેવલજ્ઞાન વિના શક્ય જ ન હોય તો, આગમમાં સૂક્ષ્માષ્ટકની જયણાનું જે વિધાન છે તે અસંગત બની જાય, કારણ કે જીવોની જ જો જાણકારી નથી તો જયણા શું પાળવાની ? તેથી “કેવલજ્ઞાન વિના અનાભોગ દૂર ન થાય' એ વાત બાધિત હોઈ “આગમથી પણ જળજીવોનો આભોગ શક્ય છે એ માનવું યોગ્ય છે – સૂક્ષ્માષ્ટકની જયણાનું વિધાન કંઈ તે જીવોનો આભોગ થાય એટલા માટે નથી, કિન્તુ સાપેક્ષભાવ જળવાઈ રહેવા રૂપ પરિણામશુદ્ધિ માટે છે – એવું ન કહેવું, કારણ કે આ રીતે તેઓના આભોગનો અપલોપ કરવામાં સ્થૂલત્રસ જીવોનો આભોગ હોવો જે માન્યો છે તે પણ ઊડી જશે. કારણ કે તેઓનું પણ છદ્મસ્થને તો શરીર જ જણાય છે, જીવ નહિ તેથી તેઓની જયણાનું પણ પરિણામની શુદ્ધિ માટે જ વિધાન છે “આમાં જીવ છે” (માટે એની રક્ષા કરું). એવા આભોગ માટે નહિ” એવું પણ કહી જ શકાય છે.
શંકાઃ સ્કૂલત્રસજીવો છદ્મસ્થને ન જણાતાં હોવા છતાં તેની ચેષ્ટારૂપ લિંગ તો અભિવ્યક્ત જ હોય છે, માટે તેનો આભોગ પણ અભિવ્યક્ત હોય છે.
સમાધાનઃ આ રીતે પૃથ્વીકાય વગેરે સ્થાવરાદિ જીવોનો આભોગ પણ જિનવચનમાં કહેલા શસ્ત્રથી અનુપહિત વગેરે રૂપ લિંગથી કે આજ્ઞાના પ્રામાણ્યથી શું અભિવ્યક્ત નથી હોતો?
પ્રશ્નઃ તેમ છતાં અહીં કેટલા જીવો છે? વગેરેનો સ્કુટ આભોગ તો કંથવા વગેરે સ્થૂલત્રસમાં જ ચેષ્ટા વગેરે લિંગથી સંભવી શકે છે, આગમોક્ત લિંગથી પણ સ્થાવરાદિમાં નહિ. તેથી સ્થાવરાદિનો છુટ આભોગ શી રીતે મનાય?
ઉત્તરઃ એ રીતે તો, “અત્યંત અલ્પ સ્પંદન કરતાં કંથવા અને તેના જેવી જ દેખાતી રજકણોનો જ્યાં ભેગો ઢગલો થયો હશે ત્યાં પણ ફુટ આભોગ શી રીતે મનાય?' એવું પણ કહી શકાય છે. અર્થાત્ ત્યાં સંખ્યા જણાતી ન હોવા છતાં જેમ આભોગ માનો છો તેમ સ્થાવરાદિ અંગે પણ માનવો જોઈએ. માટે - “તેઓનો આભોગ કેવલજ્ઞાનસાધ્ય છે' ઇત્યાદિ વાતો તુચ્છ છે.